મધરાત્રે ફાયર બ્રિગેડે દરવાજાનું લોક તોડી યુવકને બહાર કાઢ્યો
સુરત, તા.૨૨
ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ નજીક હોમિયોપેથિક કોલેજ નજીક રાધાક્રિષ્ણા એપાર્ટમેન્ટમાં દરવાજા લોક થઈ જતાં યુવક રૂમમાં ફસાઈ ગયો હતો. પરિવારના સભ્યો દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે રાધાક્રિષ્ણા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.૨૦૫માં રહેતો યુનિક અરવિંદ જૈન ઉ.વ.૧૩ પોતાના રૂમમાં જ દરવાજા લોક થતાં ફંસાઈ ગયો હતો. ભારે મહેનત બાદ પણ દરવાજા ન ખુલતા પરિવારના સભ્યો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર સોનવણે સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈ દરવાજાનું લોક તોડીને અંદર ફંસાયેલા યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.
યુએમ રોડ પર ફ્લેટનો દરવાજા લોક થઈ જતા યુવક ફસાયો
Leave a Comment