પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રાજ્યસભા જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રંજન ગોગોઈનું નામ રાજ્યસભા માટે નામાંકિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં 12 સભ્ય રાષ્ટ્રપતિ તરફથી નામાંકિત કરવામાં આવે છે. આ સભ્યો અલગ અલગ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ હોય છે. રંજન ગોગોઈ 17 નવેમ્બર 2019નાં સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ પદથી રિટાયર થયા હતા. તેઓ પૂર્વોત્તરથી સર્વોચ્ચ ન્યાયિક પદ પર પહોંચનારા વ્યક્તિ છે. રિટાયર થતા પહેલા તેમની જ અધ્યક્ષતામાં બનેલી બેંચે અયોધ્યાનાં વિવાદાસ્પદ સ્થળ પર ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.
અનેક પ્રમુખ મુદ્દાઓ પર આપ્યા હતા ચુકાદા
જસ્ટિસ અને ચીફ જસ્ટિસ તરીકે ન્યાયમૂર્તિ ગોગોઈનો કાર્યકાળ કેટલાક વિવાદો અને વ્યક્તિગત આરોપોથી અછૂતો ના રહ્યો, પરંતુ આ ક્યારેય તેમના ન્યાયિક કાર્યમાં આડે આવ્યો નહીં અને આની ઝલક વિતેલા કેટલાક દિવસોમાં જોવા મળી જ્યારે તેમની અધ્યક્ષતાવાળી પીઠે કેટલાક ઐતિહાસિક ચુકાદા આપ્યા. અયોધ્યા ઉપરાંત તેમણે જે પ્રમુખ મુદ્દાઓ પર ચુકાદા આપ્યા તેમા આસામ એનઆરસી, રાફેલ, સીજેઆઈ ઑફિસ આરટીઆઈનાં દાયરામાં વગેરે સામેલ છે.
અનેક વિવાદોમાં પણ રહ્યા ગોગોઈ
ગોગોઈ પોતાના સાડા 13 મહિનાનાં કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોમાં પણ રહ્યા અને તેમના પર જાતિય સતામણી જેવો ગંભીર આરોપ પણ લાગ્યો, પરંતુ તેમણે આ બધાને પોતાના કામ પર હાવી થવા દીધું નહીં. તેઓ બાદમાં આરોપોથી મુક્ત પણ થયા. તેમની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની ખંડપીઠે 9 નવેમ્બરનાં અયોધ્યા ભૂમિ વિવાદમાં નિર્ણય સંભળાવીને પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવી દીધું. આ મામલો 1950માં સુપ્રીમ કોર્ટનાં અસ્તિત્વમાં આવ્યાનાં દશકોથી ચાલતો આવતો હતો.
જો કે તેમણે આ કારણથી યાદ રાખવામાં આવશે કેમકે તેઓ જજોનાં એ સમૂહનાં સૌથી વરિષ્ઠ જજ હતા જેમણે ગત વર્ષે જાન્યુઆરીમાં તત્કાલીન સીજેઆઈ દીપક મિશ્રાનાં કામની રીત પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને તેમની વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.