ગુજરાત કોરોના પોઝિટિવના દર્દીઓ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે.રાજ્યમાં કોરોના પોઝિટીવનો તાંડવ ચરમસીમાએ છે.ગુજરાતમાં કુલ 87 કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 દર્દી સાજા થયા છે. જ્યારે 7 દર્દીઓના મૃત્યુ થયા છે. ત્યારે સુરતમાંથી સૌથી મોટી ખબર આવી રહી છે.સુરતના રાંદેરના 54000 લોકોને માસ ક્વોરન્ટાઈન કરવાની ફરજ પડી છે.હાલ સુરત મનપા દ્વારા રાંદેર માટે માસ ક્વોરન્ટાઈનની સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે.સુરતના રાંદેર ટાઉનમાં મનપાની 55 ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે,સુરતમાં કોરોના પોઝિટીવનો આંકડો 12 પર છે બે દિવસ પહેલા સુરતના રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતા એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટીવ આવતા સુરતનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરતના રાંદેર ટાઉનશિપમાં લોન્ડ્રીના કારણે મોટી સંખ્યામાં લોકો સંપર્કમાં આવ્યા હોવાની શંકાને લઈને આખા રાંદેર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે.
સુરતની આ ઘટના આખા ગુજરાતનું સૌથી મોટું માસ ક્વોરન્ટીન હોવાનું માનવામાં આવે છે.જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રાંદેરનો એક કિલોમીટરનો વિસ્તાર બેરિકેટથી બંધ કરી 16 હજારથી વધુ ઘરોનો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો છે.હાલ 50 હજારથી વધુ લોકો હોમ ક્વોરન્ટીનમાં છે.
સુરતમાં માસ કોરન્ટાઇનની પ્રથમ ઘટનામાં હાલ રાંદેર રોડ પર સન્નાટો જોવા મળી રહ્યો છે.મનપા દ્વારા રાંદેરનો સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન આપી દેવામાં આવ્યું છે. વિસ્તારમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.મનપા દ્વારા રાંદેર માટે માસ કોરોન્ટાઇન સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે.હાલ તંત્ર દ્વારા કુલ 16785 ઘરોના સર્વે કરવામાં આવ્યા છે.જેમાંથી 54003 માસ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
રાંદેર ટાઉન વિસ્તાર માટે 55 ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યો છે.રાંદરેના એક કિલોમીટર વિસ્તારમાં બેરિકેટિંગ લગાવી દેવામાં આવ્યા છે. 16 હજાર ઘરના 54 હજાર લોકો કોરન્ટાઈન કર્યા હોવાના કારણે તેમના ઘરની બહાર માસ કોરન્ટાઇનના સાઇનબોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.બોર્ડમાં લખવામાં આવ્યું છે કે, H એટલે હોમ કોરોન્ટાઇન, C એટલે સેન્ટ્રલ કોરોન્ટાઇન અને M એટલે માસ કોરોન્ટાઇન છે.
આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો, સુરતના રાંદેરના 67 વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે. થોડા દિવસથી તેમને શરદી, ખાંસી, તાવ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લઇ રિપોર્ટ કરાયો હતો. જે સોમવારે પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું.
આરોગ્ય વિભાગે વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલા પત્ની, સાળો, ભત્રીજો તેમજ પ્રાઈવેટ ડોક્ટર અને તેમના સ્ટાફ સહિત 5ને ક્વોરન્ટીન કરી દીધા છે. જ્યારે આ વૃદ્ધ લોન્ડ્રી ચલાવતા હોવાના કારણે અનેક ગ્રાહકો પણ તેમના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય વિભાગના તબીબોએ તેમના નામો પૂછ્યા હતા પરંતુ તેઓ નામ જાણતા ન હોવાથી પાલિકા દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે ત્યારબાદ રાંદર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવાયો છે.
રાંદેરના સમગ્ર વિસ્તારમાં ડિસ-ઈન્ફેકશનની કામગીરી પાલિકાના વેક્ટર બોર્ન ડિસીઝ (વીબીડીસી) વિભાગ ફાયરે મળીને હાથ ધરી હતી. જેમાં 12 હોસ્પિટલ, 23 મસ્જિદ, 22 મેઈન રોડ, 969 પબ્લીક જગ્યા, 82 ઇન્ટરનલ રોડ પણ ડિસ-ઇન્ફેક્શન કરવામાં આવ્યું છે.માત્ર રાંદેર ટાઉન વિસ્તાર માટે 55 ટીમ સર્વેલન્સ કરી રહી છે.