વલસાડ, 30 જૂન : કોરોનાના વલસાડ જિલ્લામાં વધતા કેસો સામે જિલ્લા પોલીસ વિભાગે રાત્રે કરફ્યુનો ભંગ કરતા લોકો સામે લાલ આંખ કરીને હતી.વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી દ્વારા જિલ્લામાં કરફ્યુનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ વિભાગે રવિવારે રાત્રે એક ડ્રાયવ રાખવામાં આવી હતી. જેમાં રાત્રે 9 વાગ્યા પછી જાહેર કરેલા કરફ્યુનો ભંગ કરતા લોકો સામે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ જવાનોએ કારણ વગર રાત્રે ઘરની બહાર લટાર મારતા 61 જેટલા ઈસમો સામે CRPC 144નો ભંગ કરવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા કરફ્યુનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી જોઈ કરફ્યુનો ભંગ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
વલસાડ જિલ્લામાં કરફ્યુનો ભંગ કરનારા 61 સામે ગુનો નોંધાયો

Leave a Comment