રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન મુજબ જીલ્લામાં આવા તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવાની સુચના મળતા એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી. બી. ના સુપર વિઝન હેઠળ સી.એમ.ગામીત, પો.સ.ઇ.એલ.સી.બી.તથા તેમના પોલીસ સ્ટાફ મારફતે વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા યશવંત અજબસીંગભાઇ વસાવા ( રહે. અસામોટ,તા.ડેડીયાપાડા જી. નર્મદા) વિરૂધ્ધ ડેડીયાપાડા પો.સ્ટે. માં વિદેશી દારૂનો ગુનો દાખલ થયો હતો.માટે પ્રવૃતી ડામવા ડેડીયાપાડા પો.સ્ટે.પાસા હેઠળ તેના વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવામાં આવતા પાસા દરખાસ્ત અકીલા જીલ્લા મેજીસ્ટ્રેટ,નર્મદા દ્વારા મંજુર થતાં તેને એલ.સી.બી.દ્વારા તા.૨૮ ફેબ્રુઆરીના રોજ પાસામા અટક કરી અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કરવામાં આવ્યો છે