કેન્દ્ર સરકાર દ્વારા કર સંબંધિત વિવાદોના સમાધાન માટે બનવેલીવિવાદ સે વિશ્વાસ યોજના ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે.સરકાર સાથે કરવેરા મામલે સામેલ લગભગ 5 લાખ સંસ્થાઓમાંથી પાંચમા હિસ્સાએ આ યોજનાનો લાભ લીધો છે.કુલ 1 લાખ કરોડ રૂપિયાથી વધુના કરના વિવાદનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એપ્રિલ 2020 થી શરૂ થયેલા નાણાકીય વર્ષમાં તેના બજેટમાં સીધા કર સાથે સંબંધિત વિવાદોનું સમાધાન કરવા વિવાદ સે વિશ્વાસ (VsV) યોજનાની જાહેરાત કરી હતી.વિવિધ અપીલ મંચો પર આશરે 4.8 લાખ અપીલોમાં અટવાયેલા રૂ9.32 લાખ કરોડ કઢાવવાનો કરવાનો આ પ્રયાસ હતો. નાણાં સચિવ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે, “બાકી રહેલા કેસોમાંથી 96000 લોકોએ આશરે 83000 કરોડ (વિવાદિત કર) ની પતાવટ કરવા યોજના પસંદ કરી છે.”
ડિસેમ્બર 2020 માં દાખલ કરાયેલ અને કરદાતાઓની માંગણીઓ પૂરી કરવા માટે VsV અરજીઓમાં તેજીની નોંધ લેતા પાંડે એ કહ્યું કે સરકારે આ યોજનાને 31 જાન્યુઆરી સુધી એક મહિના માટે લંબાવી છે.આ યોજના હેઠળ સંસ્થાઓએ જરૂરી ટેક્સ ભરવાનો રહેશે અને કેસ બંધ થઈ જશે સાથે દંડની કાર્યવાહી પૂરી થઈ જાય છે.
તેમણે ઉમેર્યું, “આ અંતર્ગત, ખોટી પ્રવેશોને લીધે ઉભી થયેલી 1 લાખ કરોડ રૂપિયાથી વધુની કરના વિવાદનો કાલ કરી દેવામાં આવ્યો છે.” એકવાર કોઈ સંસ્થા VsV યોજના હેઠળ આવે છે અને બાકી વેરો ચૂકવે છે ત્યારે વ્યાજ,દંડ અને કાર્યવાહી ફોરમમાંથી પરત ખેંચી લેવામાં આવે છે.સેક્રેટરીએ કહ્યું કે, “અમે તારીખ 31 જાન્યુઆરી સુધી લંબાવી છે. તેથી અમે વધુ ડેટા પ્રાપ્ત થવાની અપેક્ષા રાખીએ છીએ.જેથી જે કેસ બાકી છે તે વિશ્વાસ યોજના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.” વિવાદોનો સમાધાન કરવાનો વિકલ્પ ખાનગી ક્ષેત્ર માટે છે.