– મે પિતા સમાન માની ચરણ સ્પર્શ કરેલા: કલેકટરનો બચાવ
સીદીપેટ (તેલંગાણા) તા.22 : તેલંગાણાનાં એક આઈએસ અધિકારીએ મુખ્યમંત્રી કે.સી.રાવના ચરણસ્પર્શ કરતાં રાજકારણ ગરમાયું છે.વિપક્ષોએ હુમલો કરતા આક્ષેપો લગાવ્યા હતા કે આઈએએફ અધિકારીઓ હવે કઠપુતળી અને ગુલામ બની ગયા છે. આ બારામાં આઈએએસ અધિકારીએ એવો બચાવ કર્યો હતો કે કે.સી.રાવ મારા પિતા સમાન છે.
આ અંગેની વિગત એવી છે કે રવિવારે એક કાર્યક્રમમાં આઈએએસ અધિકારી વેંકટરામા રેડ્ડી મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના ચરણસ્પર્શ કરતાં જોવા મળ્યા હતા.જેનો વીડીયો વાયરલ થયો હતો.આ ઘટના પર કોંગ્રે પ્રવકતા શ્રાવન દાસોજુએ જણાવ્યું હતું કે જીલ્લા અધિકારીએ રાવના ચરણ સ્પર્શ નહોતા કરવા જોઈતા.આઈએએસ અધિકારીએ એમ ભુલવુ જોઈએ કે તે બંધારણ અંતર્ગત પસંદ કરાયા છે.આઈએએસ અધિકારીએ એ ન ભુલવુ જોઈએ કે તે બંધારણ અંતર્ગત પસંદ કરાયા છે.જો તે મુખ્યમંત્રીને પિતા સમાન ગણે છે તે તેના ઘેર જઈને ચરણ સ્પર્શ કરી શકે છે.
જાહેર સ્થળો પર આમ ચરણ સ્પર્શ કરવાથી લોકોમાં શું સંદેશ જશે? જયારે ભાજપનાં પ્રવકતા કૃષ્ણા સાગરે કહ્યું હતું કે આઈએએસ અધિકારીનું આવુ વર્તન અધિકારીની સંપ્રભુતા,સ્વતંત્રતા અને વ્યવસાયને બગાડે છે પોતાના બચાવમાં આઈએએસ અધિકારીએ જણાવ્યુ હતું કે સીદીપેટમાં જીલ્લા અધિકારી તરીકે ડયુટી જોઈન કરતાં પહેલા મેં મુખ્યમંત્રીનાં આર્શીવાદ લીધા હતા કે જે માતા પિતા સરળ છે મેં ફાધર્સ ડેએ તેમના આર્શીવાદ લીધા હતા.