દેશમાં કોરાના વાયરસ(કોવિડ-19)ના કેસોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 4400થી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે મૃતકોની સંખ્યા 114 થઈ ગઈ છે. દેશમાં અત્યારે 21 દિવસુ લૉકડાઉન લાગેલુ છે જેથી વાયરસનો સામૂહિક ફેલાવ ન થઈ શકે. 21 દિવસોનુ લૉકડાઉન ખતમ થવાની તારીખ 14 એપ્રિલ છે પરંતુ હવે એવુ માનવામાં આવી રહ્યુ છે કે લૉકડાઉન 14 એપ્રિલ પછી લંબાવવામાં આવી શકે છે.
શું ભારત કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયુ છે? આરોગ્ય મંત્રાલયે આપ્યો જવાબ
દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્લીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 748 લોકો સંક્રમિત થઈ ગયા છે જ્યારે 45ના મોત થઈ ગયા છે. કેરળમાં અત્યાર સુધી 327 લોકો સંક્રમિત જોવા મળ્યા છે જ્યારે 2ના મોત થઈ ગયા છે. વળી, દિલ્લીમાં અત્યાર સુધી 523 લોકો સંક્રમિત થઈ ગયા છે જ્યારે 7ના મોત થયો છે.દેશમાં સ્વસ્થ થનારા લોકોની સંખ્યા માત્ર 326 છે.
રાજ્યોએ કેન્દ્રને લખ્યો પત્ર
આંધ્રપ્રદેશમાં 3 જ્યારે ગુજરાતમાં 12 લોકોના મોત થયા છે. કર્ણાટકમાં 4 જ્યારે મધ્યાપ્રદેશમાં 9 લોકોના મોત થયા છે. ગયા અઠવાડિયે કેબિનેટ રાજીવ ગૌબાએ એ વાતથી ઈનકાર કરી દીધો હતો કે લૉકડાઉનને લંબાવી શકાય છે જો કે ઘણા રાજ્યોએ કેન્દ્રને પત્ર લખીને પ્રતિબંધો ચાલુ રાખવાની વાત કહી છે. સોમવારની સાંજે તેલગાનાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખરે રાવે સાર્વજનિક રીતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લૉકડાઉન લંબાવવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યુ કે અર્થવ્વસ્થાથી વધુ લોકોની જિંદગી જરૂરી છે.
કેસીઆરે કહ્યુ – લૉકડાઉનને લંબાવવામાં આવે
કેસીઆરે કહ્યુ હતુ, ‘હું ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરુ છુ કે કોઈ ઝિઝક વિના લૉકડાઉનને લંબાવવામાં આવે. બિમાલી ફેલાતી રોકવા માટે લૉકડાઉન જ એક હથિયાર છે અને આ રીતે આપે પોતાના દેશને એ સ્થિતિમાં જવથી રોકી શકીએ છીએ, જે અત્યારે અમેરિકા, સ્પેન અને ઈટલી સહન કરી રહ્યા છે.’ કેસીઆરે એ પણ કહ્યુ કે લૉકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા પર પ્રભાવ પડશે પરંતુ આ મહેનત અને ત્યાગથી છ મહિનાથી એક વર્ષની અંદર ઠીક કરી શકાય છે. તેમણે કહ્યુ, આપણે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરી શકીએ છે પરંતુ મૃતકોને નહિ. માનવીની જિંદગી વધુ જરૂરી છે.
ઉત્તર પ્રદેશમાં પણ આવી સ્થિતિ
આવી જ સ્થિતિ ઉત્તર પ્રદેશમાં પણ છે. અહીં સંક્રમિત કેસોની સંખ્યા 300થી વધુ થઈ ગઈ છે. મુખ્ય સચિવ આરકે તિવારીનુ કહેવુ છે કે જો રાજ્યમાં સંક્રમિત કેસોની સંખ્યા વધે તો લૉકડાઉન પણ લંબાઈ શકે છે. વળી, અધિક મુખ્ય સચિવ(ગૃહ) અવનીશ અવસ્થીએ કહ્યુ કે જ્યાં સુધી કોરોના વાયરસ સંપૂર્ણપણે ખતમ ન થઈ જાય ત્યાં સુધી યુપીમાં લૉકડાઉન ચાલુ રહી શકે છે.
20 હૉટસ્પૉટની ઓળખ કરવામાં આવી
વળી, એ પણ સમાચાર આવી રહ્યા છે કે સરકાર લૉકડાઉન માત્ર એ સ્થળોએ ચાલુ રહી શકે છે જેમને કોરોના વાયરસનુ હૉટસ્પૉટ માનવામાં આવે છે. આર્ગય મંત્રાલયે દેશભરમાં 20 હૉટસ્પૉટની ઓળખ છે. આ પહેલા સોમવારે પ્રધાનમંત્રી મોદીએ પણ લોકોને કહ્યુ હતુ કે હજુ સુધી એક લાંબી લડાઈ લડવાની છે, હારવાનુ નથી. આ લડાઈ માટે તૈયાર રહો. એક વીડિયો કૉન્ફરન્સમાં પોતાના મંત્રીપરિષદને સંબોધિત કરતા પીએમ મોદીએ તેમને યુદ્ધની સ્થિતિમાં વાયરસને આર્થિક પ્રભાવથી લડવા માટે યોજના તૈયાર કરવા માટે કહ્યુ પરંતુ સાથે એ પણ કહ્યુ કે આ સંકટ મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનો એક અવસર છે. પહેલ અને અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવાની છે.