અજાણ્યા શખ્શો શોરુમમા આવીને અંધાધૂંધ સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું : બે ગોળી સલીમના મગજમાં અને એક ગોળી પેટમાં લાગતા જીવલેણ બની : પોલીસ કાફલો પહોંચ્યો
વાપી : સંઘ પ્રદેશ દમણના ખારીવાડમાં આવેલ રોયલ સુઝુકી એન્ડ બાઇકના શોરૂમ ઉપર આજે સાંજે કોઈ અજાણ્યા હુમલાખોરોએ આવીને આ શોરૂમના મલિક સલીમ મેમણ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરી નાશી છૂટ્યા હતા હુમલાખોરોએ કરેલ સાત રાઉન્ડ ફાયરિંગ પૈકી બે ગોળી સલીમના મગજમાં અને એક ગોળી પેટમાં લાગેલ જે જીવલેણ બની હતી અને ઘટના સ્થળે અકિલા જ સલીમ મેમનનું કરૂણમોત નીપજ્યું હતું વિવાદિત વ્યક્તિત્વ ધરાવતા સલીમ મેમણ કોર્પોરેશનમાં કોર્પોરેટર પણ રહી ચુક્યા છે પઠાણી ઉઘરાણી હપ્તાખોરી અને ખંડણીની ફરિયાદો પણ તેમના વિરુદ્ધ નોંધાઈ ચુકી છે આ ઘટનાને પગલે દમણમાં રાજકીય આલમામ ગરમાવોએ આવ્યો છે આ બનાવની જાણ થતા દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે