નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે કરિયાણાની દુકાનોને બાદ કરતાં તમામ દુકાનો બંધ છે જેના કારણે ન લોકો વાળ કપાવી શકે છે અને ન તો કપડા ખરીદી શકે છે.આ કારણે સરકારે ‘સુરક્ષા સ્ટોર’ ખોલવાની તૈયારી કરી છે.આગામી 45 દિવસમાં દેશભરમાં આવા 20 લાખ સ્ટોર સંચાલનમાં આવવાની આશા છે.તેના માટે સરકાર મોટી FMCG કંપનીઓ સાથે મળી આસપાસની રિટેલ સ્ટોરને જ સુરક્ષા સ્ટોરમાં ફેરવવાની વ્યવસ્થા કરી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કેટલીક શરતોને પૂરી કરનારી કોઈ પણ કરિયાણાની દુકાન સુરક્ષા સ્ટોર બનવા માટે અરજી કરી શકશે. સુરક્ષા સ્ટોરમાં માત્ર કરિયાણાની દુકાનો જ નહીં પરંતુ ટકાઉ ગ્રાહક ઉત્પાદની દુકાનો,કપડા અને સલૂનને પણ સામેલ કરવાની યોજના છે.આ દુકાનો પર સાફ-સફાઈ અને એકબીજાથી અંતર રાખવા સાથે જોડાયેલી તમામ તકેદારી રાખવામાં આવશે.આ દુકાનોને ડિસઇન્ફેકટેડ પણ કરવામાં આવશે.
દુકાનદારોએ ગ્રાહકોને દુકાનમાં ઘૂસતા પહેલા હેન્ડ સેનિટાઇજર કે હાથ ધોવા,તમામ સ્ટાફ માટે માસ્ક અને વધુ સ્પર્શમાં આવતા સ્થળોને દિવસમાં બે વાર ડિસઇન્ફેક્ટેડ કરવાની વ્યવસ્થા કરવાની રહેશે.યોજનાને લાગુ કરવા માટે સરકાર ખાનગી કંપનીઓને સામેલ કરશે આ કંપનીઓ દરેક પ્રકારના પ્રોટોકાલનું પાલન સુનિશ્ચિત કરશે.સાથોસાથ અનિવાર્ય વસ્તુઓના ઉત્પાદકો પાસેથી સામાન લઈને દુકાનો સુધી તેને સુરક્ષિત પહોંચવાની પ્રક્રિયાને પણ સુનિશ્ચિત કરશે.
50થી વધુ મોટી FMCG કંપનીઓ સાથે સંપર્ક
ટૉપ FMCG કંપનીઓ સાથે પહેલા ચરણની બેઠક થઈ ચૂકી છે.તે સાર્વજનિક-ખાનગી ભાગીદારી (PPP)ની સાથે લાગુ થનારી મહાત્વાકાંક્ષી યોજના છે. પ્રત્યેક FMCG કંપનીને આ યોજનાને અમલીકરણના સ્ટેજ સુધી લઈ જવા માટે એક કે બે રાજ્યોની જવાબદારી આપવામાં આવી શકે છે.અગ્રવાલે સુરક્ષા સ્ટોરની દિશામાં કામ કરવાની જાણકારી તો આપી છે પરંતુ વિગતવાર કંઈ જણાવ્યું નથી.એક મુખ્ય FMCG કંપનીના સિનીયર અધિકારીએ આ યોજનાની પુષ્ટિ કરી છે.અધિકારીએ જણાવ્યું કે 50થી વધુ ઘણી મોટી FMCG કંપનીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.કંપનીઓ આ યોજનામાં સરકારનો સાથ આપવા માટે તૈયાર છે.