સુરત : સુરતમાં ગતરોજ એક ઓડિયો વાયરલ થયો હતો.જે મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા.બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.જોકે અધિકારીને આ મામલે ફરિયાદ કરતા અધિકારી દ્વારા આ મહિલાની વાત સાંભળવાની જગ્યા પર તેને ખખડાવામાં આવતી.હોવાને લઈને આ મહિલા કર્મચારી દ્વારા ઓડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં બબાલ થયા બાદ સુરતના પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.સમગ્ર મામલે ACP તપાસ કરશે.પોલીસ કમિશનર દ્વારા વિવાદનો ફણગો ફૂટતા હવે એસીપી સીકે પટેલને તપાસ સોંપવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે તરોજ સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કર્મચારીએ તે વિસ્તરમાંમાંથી 10.30 વાગ્યે ગાડી પસાર થતા તેને અટકાવી હતી.જોકે આ ગાડીમાં પાંચ લોકો બેઠા હતા અને સાથે માસ્ક નહિ પહેર્યુ હોવાને લઈને તેમને જાણકારી આપી રહ્યા હતા ત્યારે આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા,અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રના મિત્ર હોવાનું કહીને મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા.
જોકે,મહિલા એલઆરડીએ આ મામલે તેમની સાથે તકરાર થતા વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સગરને જાણ કરી હતી.મહિલા એલઆરડી સુનિતા યાદવે પીઆઈ સગર સાથેની વાતચીતનો ઑડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.દરમિયાન સુનિતા યાદવ અને કુમાર કાનાણીના દીકરાના મિત્રો વચ્ચે જે જલદ સંવાદ થયો હતો તેમાં યાદવે પોતે ખાખીધારી હોવાનો પરચો આપી દીધો હતો.
પોલીસની વર્દીમાં બહુ પાવર છે.વડાપ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં’
જોકે મહિલા સાથે આ રીતે વાત કરતા મહિલા કર્મચારી પણ ઉશ્કેરાઈ હતી ને સુનીતા યાદવે કહ્યું હતું કે, ‘પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડાપ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં’ તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી. મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું. એક કામ કરો મારી બદલી કરાવી દો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો.
પીઆઈને ફોન કરતા તેમણે ફરિયાદ ન સાંભળી, મહિલાએ રાજીનામું આપ્યું હોવાની અટકળો
કોન્સ્ટેબલે વરાછા પો.સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પણ જગ્યા પરથી ફોન કર્યો હતો. જોકે આ બબાલ ચાલી રહી હતી તે સમયે આરોગ્ય મંત્રીનો દીકરો પણ ત્યાં આવી પોંહચ્યો હતો. જોકે મહિલાએ અધિકારી ને ફરિયાદ કરતા અધિકારી દ્વારા તેને સાંભળવાની જગ્યા પર ખખડાવામાં આવી હતી.જોકે ત્યાર બાદ આ મહિલા દ્વારા આ ઓડિયો કલીપ વાઇરલ કરવામાં આવી હતી કારણકે મંત્રીના દીકરા દ્વારા પોતાનું કામ કરતા સમયે ધમકાવામાં આવે તે સાંભળી લેવામાં થોડી આવે અને પોલીસ વિભાગ દ્વારા પોતાની ફરજ બજાવતી હોવા છતાંય એક્શન લેવામાં આવી રહ્યા હતા જેને લઈને સુનીતાએ મોડી રાત્રે રાજીનામું પણ આપી દેવાની વાત પણ સામે આવી છે.
‘તારા પિતાની નોકર છું? તાકાત હોય તો બદલી કરાવી દેજે’
આ વાયરલ ઑડિયો ક્લીપમાં સુનિતા યાદવ કહી રહી છે કે ‘તું મને 365 દિવસ અહીંયા ઉભી રાખવાની ધમકી કઈ રીતે આપે છે.હું તારા પિતાની નોકર છું? તું ગમે તેટલી વગ ધરાવતો હોય આ ખાખીમાં એટલી તાકાત છે કે તારા જેવાને ઠીક કરી દવ. મારા સાહેબે મને અહીંયાથી જવાનું કહ્યું છે એટલે જઈ રહી છું બાકી મારૂં નામ યાદ રાખજે. સુનિતા યાદવ નામ યાદ રાખજે અને તાકાત હોય તો બદલી કરાવી દેજે’