સુરતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 19 થઈ ચુકી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં પણ સતત નવા કેસ નોંધાઈ રહ્યા છે તેવામાં સુરત પોલીસ ઉપરાંત મહાનગરપાલિકા પણ કડક પગલા ભરી રહી છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગએ આજે 247 લોકો પાસેથી દંડ વસુલ્યો છે. આ લોકો એવા છે જેમણે લોકડાઉનમાં જાહેર કરાયેલા સોશિયલ ડિસ્ટંસના નિયમનો ભંગ કર્યો છે. વિભાગએ દરેક વ્યક્તિને 100-100 રુપિયાનો દંડ ફટકાર્યો છે.