– અંકલેશ્વર ખરોડ હાઇવેથી સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા
– વડોદરાથી વલસાડ સુધી મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યું નિરીક્ષણ
– ખાડાઓ જોઈ કહ્યું તાત્કાલિક થશે કાર્યવાહી
ભરૂચ હાઇવે હંમેશા મુંબઈ-અમદાવાદ અને દિલ્હી વચ્ચે 40 હજારથી વધુ વાહન ચાલકો માટે શિરો વેદના સમાન રહ્યો છે.જૂનો સરદાર બ્રિજ,ભૂખી ખાડી,નવો સરદાર બ્રિજ,ટોલ ટેક્ષ ના માર્ગે પડેલા ખાડા કે હાલ ખરોડ ફલાય ઓવરની કામગીરીને લઈ સર્જાતો 20 થી 25 કિલોમીટરનો ટ્રાફિકજામ વાહન ચાલકોને ટોલ ચૂકવવા છતાં યાતના સિવાય કંઈ જ મળ્યું નથી.ચોમાસામાં આ બધી સમસ્યા વચ્ચે હાઇવે ઉપર ઠેર ઠેર પડેલા ખાડા વાહનો માટે વધુ પરેશાનીઓ સર્જી દે છે.હાલ ભરૂચ જિલ્લાના શીરો વેદના સમાન અંકલેશ્વરની ખરોડ ચોકડી ઉપર ટ્રાફિક જામ હલ કરવા માટે સોમવારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ખરોડ ચોકડી આવી સ્થળ મુલાકાત લીધી હતી.નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોને રોડનું કામ ઝડપી ગતિએ ચાલે તેમજ સર્વિસ રોડ પણ તાત્કાલિક અસરથી બનાવી દઈ ટ્રાફિકની સમસ્યા હલ કરવાના સૂચન નિર્દોષો આપ્યા હતા.ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુરજકુમાર સીંગ.પ્રોજેક્ટ ડાયરેક્ટર રાહુલ જલન,દિલીપસિંહ બોરાદરા તેમજ અન્ય હાઇવેના અધિકારીઓ હાજર રહ્યા હતા ટ્રાફિક સમસ્યા હલ થાય એ અત્યંત જરૂરી બની રહ્યું છે.
મંત્રીએ આજે વડોદરાથી વલસાડ સુધી હાઇવેનું નિરીક્ષણ કરી તેને તાત્કાલિક દુરસ્ત કરવાના નેશનલ હાઇવે ઓથોરિટીને આદેશો આપ્યા હતા. હવે હજારો વાહન ચાલકોની હાઈવેની સમસ્યા ક્યારે હલ થાય છે તે જોવું રહ્યું.