By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અંકલેશ્વરમાં ટ્રકની અડફેટે રસ્તો ક્રોસ કરતા માતા પુત્રીનું મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > અંકલેશ્વરમાં ટ્રકની અડફેટે રસ્તો ક્રોસ કરતા માતા પુત્રીનું મોત
Bharuch-Ankleshwar-NarmadaGalleryGeneralGujarat Now

અંકલેશ્વરમાં ટ્રકની અડફેટે રસ્તો ક્રોસ કરતા માતા પુત્રીનું મોત

HM News
Last updated: 23/02/2020 12:35 PM
HM News
5 years ago
Share
SHARE

ભરૂચ,તા.૨૩
અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે ટ્રકના ચાલકે માતા-પુત્રીને અડફેટે લેતા તેમના મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રક ચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, ગતરોજ સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે ૨૫ વર્ષની માતા રેનુ દેવી પીન્ટુ સાવ અને તેમની ૫ વર્ષની પુત્રી ચાંદની કુમારી રોડ ક્રોસ કરી રહ્યાં હતા. આ દરમિયાન ટ્રક ચાલકે માતા-પુત્રીને અડફેટે લેતા બન્નેનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ટ્રક ચાલકને ઝડપી પાડયો હતો.
માતા અને પુત્રી તેના પતિ અને પુત્ર સાથે મેળો જોવા જઇ રહ્યાં હતાં. આ દરમિયાન પતિ પિન્ટુએ દીકરાને ઉંચકી લીધો હતો અને પત્ની દીકરી સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન ટ્રક ચાલકે માતા અને પુત્રીને અડફેટે લીધા હતાં. જેમાં માતાનું ઘટના સ્થળે જ્યારે દાકરીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ સાથે આજે રાજપીપળા પાસે એક કારનો ટ્રક સાથે અકસ્માત થતા કારમાં સવાર ચાર લોકોનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. આ ઉપરાંત અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે.

વિરોધ વચ્ચે સરકાર, એક-બે નહીં 30 થી વધુ આંદોલનો છે સક્રિય, જોઈલો લિસ્ટ
મહુવાના આંગલધરા ગામેથી વિદેશી દારૂ ભરેલ પિકઅપ ટેમ્પા સાથે ચાલક ઝડપાયો
સુરતમાં સારવાર કરી રહેલા ડોક્ટરને પણ ચેપ લાગ્યો…
છ મહિના પછી દેશમાં કોરોના સંક્રમણના સક્રિય કેસ 2.5 લાખથી ઓછા
ચંદીગઢના સરકારી કર્મચારીઓ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ‘પ્લાન’થી હોબાળો મચ્યો
TAGGED:અંકલેશ્વરમાં ટ્રકઅડફેટે રસ્તો ક્રોસ
Share This Article
Facebook Email Print
Previous Article જેમ્સ બોન્ડની ફિલ્મ ‘નો ટાઈમ ટૂ ડાઈ’ ભારતમાં બીજી એપ્રિલે રિલીઝ થશે
Next Article કોમી છમકલા બાદ બોડેલી સજ્જડ બંધ : હિન્દુ સમાજના યુવાનોએ રેલી યોજી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up