– બે દિવસ પૂર્વે શહેરમાં 273 AQI ઓરેન્જ ઝોનમાં હતો : શનિવારે 302 AQI સાથે પ્રદુષણ વધ્યું
અંકલેશ્વર : અંકલેશ્વરમાં ફરી હવા પ્રદૂષણે માઝા મૂકી હોય તેમ છેલ્લા બે દિવસમાં ઓરેન્જ અને હવે રેડ ઝોન માં હવા પ્રદુષણ માત્રા પહોંચી જતા લોકો ના સ્વાસ્થ સામે ખતરો ઉભો થયો છે.શુક્રવારે 273 એકયુઆઈ ઓરેન્જ ઝોનમાં હતો. શનિવારે 302 એ.ક્યુ.આઈ. સાથે રેડ ઝોનમાં પહોંચ્યું છે.
અંકલેશ્વરમાં હવા પ્રદુષણ ઓક્ટોબર માસ થી બગાડી રહ્યું છે અને નવેમ્બર માસ તો આખો ઓરેન્જ ને રેડ ઝોન માં જોવા મળ્યો હતો જે હવે ડિસેમ્બરમાં પણ જોવા મળી રહ્યું છે.ખાસ કરી છેલ્લા 2 દિવસ થી હવા પ્રદુષણ ની માત્રા અત્યંત કથળી જવા પામી છે. અને ગત રોજ 273 એકયુઆઈ સાથે ઓરેન્જ ઝોનમાં હતું જે શનિવારના રોજ 302 એકયુઆઈ સાથે રેડ ઝોનમાં મુકાઈ ગયું છે.જેને લઇ લોકો સ્વાસ્થ પર કોરોના કાળ માં ફરી ખતરો ઉભો થયો છે.ખાસ કરીઓરેન્જ ઝોન માં અસ્થમા શ્વાસોશ્વાસ સહીત હાર્ટ ડીશીસના રોગો થવાની વધુ હોય છે તો રેડ ઝોન માં આરોગ્ય ગંભીર પ્રકારે અસર કરી શકે છે.
ખાસ કરીને પી.એમ.2.5 અને પી.એમ. 10 ની માત્રા ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહી છે.તો એસ.ઓ.2 કો. અને ઓઝોન ની માત્રા પણ વધી છે.જેને લઇ હવે આરોગ્ય સામે ખતરો વધ્યો છે. સી.પી.સી.બી આ એર કોલેટી ઈન્ડેક્ષ ને હેલ્થ હેઝાદસ્ત તરીકે નોંધી રહ્યું છે.હવા પ્રદુષણમાં અંકલેશ્વર માં જ્યાં ઉદ્યોગો ના હવા પ્રદુષણ ની માત્રા તેમજ ઉડતી ડસ્ટ અને શીયાળા ની ભેજ ઉક્ત હવા જેટલી જવાબદાર છે.તેટલું જ સ્થાનિક કક્ષાએ ઉદ્યોગોનું હવા પ્રદુષણ પણ છે.ત્યારે ઉદ્યોગો માં થી ફેલાઈ રહેલ હવા પ્રદુષણને નિયંત્રણ માં લેવા જીપીસીબી દ્વારા જરૂરી એક્શન પ્લાન બનાવી કાર્યવાહી કરે એ જરૂરી છે.


