By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અંકલેશ્વર : ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > અંકલેશ્વર : ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
Bharuch-Ankleshwar-NarmadaGeneral

અંકલેશ્વર : ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

HM News
Last updated: 21/04/2023 8:57 AM
HM News
2 years ago
Share
Pic : FB
SHARE

ભરૂચ, તા. 21 એપ્રિલ 2023 શુક્રવાર : અંકલેશ્વર સ્થિત ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અવધેશકાન્તકુમાર રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા છે.સ્થાનિક હોસ્પિટલનું સંચાલન સંભાળ્યા પછી પાસ થયેલા બિલ ની રકમ ની ચુકવણી માટે આ અધિકારીએ લાંચ માંગી હતી.રૂપિયા અઢી લાખની માંગણી કર્યા પછી રૂપિયા 1 લાખ સ્વીકારતા તે એસીબીના છટકામાં ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે ૫૫ વર્ષીય અવધેશ કાંત કુમાર રામ શંકર બિમલ,વર્ગ -1 અધિકારી છે જે એમ્પ્લોયઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટની ફરજ બજાવતા હતા.અંકલેશ્વરની હોટલના રૂમમાં લંચની રકમ સ્વીકારતી વખતે એન્ટી કરપશન બ્યુરોની ટીમે રેડ કરી લાંચિયા અધિકારીની ધરપકડ કરી છે.મૂળ દિલ્લીના રહેવાસી આ અધિકારી ટૂંકા સમયગાળાથી અંકલેશ્વરમાં ફરજ બજાવી રહયા હતા.

ઘટનાની ફરિયાદ અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે આવેલ પદ્મસિધ્ધા હોસ્પિટલે વર્ષ 2022 માં એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન- ESIC સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. MOU અંતર્ગત ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ તરફથી રીફર થયેલ દર્દીઓને સંપુર્ણ કેસલેશ સારવાર આપવાની હોય છે અને જેના બીલોનું પેમેન્ટ MOU પ્રમાણે ESIC હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા કરવાનું રહે છે.પદ્મસિધ્ધા હોસ્પિટલે અત્યાર સુધી અંદાજીત ચાર કરોડ રૂપિયાના બીલો રજુ કર્યા હતા જેમાંથી વચગાળાની બીલીંગ એજન્સી દ્વારા રૂપિયા 28 લાખના બીલો છેલ્લા બે મહિનાથી પાસ કરવામાં આવ્યા હતા. ESIC હોસ્પિટલમાં મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને લાગતાવળગતા વિભાગમાં જમા કરાવી આશરે બે મહિના જેટલો સમય વીતવા છતા બીલોના નાણાંનુ પેમેન્ટ કરવામાં આવતું ન હતું.આશરે દશેક દિવસ પહેલા ફરિયાદીએ રૂબરૂ મળવા પદ્મસિધ્ધા હોસ્પિટલના સંચાલકોને બોલાવ્યા હતા.મિટિંગમાં બિલના પેમેન્ટ માટે રૂપિયા ૨,૫૦,૦૦૦/-ની માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત જણાવવામાં આવેલ કે દિલ્હીથી ESIC માં નોકરી કરતા સોનુ નામના PA નો ફોન આવશે અને તેના કહ્યા પ્રમાણે પેમેન્ટની વ્યવસ્થા કરવાની રહેશે.

આ બાદ સંચાલકો ઉપર સોનુ નામના વ્યકિતનો ફોન આવતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના બેન્ક એકાઉન્ટના ખાતામાં 50 હજાર ટ્રાન્સફર કરાવી બાકીના રૂપિયા 2 લાખ હોટલ શાલીમાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે રૂબરૂ આપવા કહ્યું હતું.પદ્મસિધ્ધા હોસ્પિટલે એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી 20 એપ્રિલે રાતે હોટલ શાલિમારના રૂમ નંબર 314 માં ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અવધેશકાન્તકુમારે ૨ લાખની લાંચની માંગણી કરી ૧ લાખ રૂપિયામાં પતાવટ કરી હતી.આ રકમનો પંચ રૂબરૂ સ્વીકાર કરી નાણાં બેન્ક એકાઉન્ટનાં એટીએમ મશીનથી જમા કરવા જણાવતા એસીબીએ તરત રેડ કરી અધિકારીની ધરપકડ કરી હતી.વડોદરા ફિલ્ડના એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ કે સ્વામીએ મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિંડનબર્ગનો રિસર્ચનો માર ! અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં રૂ. 40,000 કરોડથી વધુનો ઘટાડો
પ્રચારની અનોખી સામગ્રી:યુપીની ચૂંટણીમાં મોદી-યોગીની તસવીરો પ્રિન્ટ કરેલી સુરતની સાડીઓ વહેંચાશે, ભાજપની જીત માટે નિઃશુલ્ક વિતરણ થશે
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાને લઈ ઉચ્ચસ્તરીય બેઠક યોજી
એટીકેટી આવતા એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
સુરતમાં સસરાએ વહુ સાથે બાથરૂમમાં ઘૂસી કરી એવી હરકત કે ……
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈથી કન્ટેઇનર ભરીને ગુજરાતમાં દારૂ ઠાલવવા જતાં વલસાડ LCB એ રૂ. 2.83 લાખનો દારૂ ઝડપ્યો
Next Article BREAKING : ગોધરાકાંડના 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up