– NCWના અધ્યક્ષ રેખા શર્માએ ઝારખંડના DGPને પત્ર લખ્યો હતો અને ટ્વિટ કરીને નિષ્પક્ષ તપાસનો આદેશ આપ્યો હતો
દુમકા, તા. 01 સપ્ટેમ્બર, ગુરૂવાર : દુમકામાં અંકિતાની હત્યા મામલે રાષ્ટ્રીય મહિલા આયોગની બે સદસ્યની ટીમ 31 ઓગષ્ટના રોજ દુમકા પહોંચી હતી.દિલ્હીથી આવેલી આયોગની ટીમ અંકિતાના પરિવારજનો સાથે મળ્યા બાદ રાંચીમાં ઝારખંડના DGP સાથે પણ મુલાકાત કરશે.ટીમ DGP સાથે મુલાકાત કર્યા બાદ રિપોર્ટ સોંપશે.આયોગની બે સભ્યોની ટીમમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અન્ડર સેક્રેટરી શિવાની ડે અને કમિશનના લીગલ કાઉન્સેલર શાલિની સિંહ સામેલ છે.
આ દરમિયાન શિવાની ડે અને શાલિની સિંહે અંકિતાના પરિવાર સાથે વાત કરી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી.આ સાથે જ જે રૂમમાં અંકિતાને સળગાવવામાં આવી હતી ત્યાં જઈને એક એક વસ્તુઓ તપાસી હતી.આયોગની ટીમે પરિવાર પરથી એ પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી જેમાં અંકિતાનો જીવ ગયો હતો. NCWની બે સભ્યોની ટીમમાં સામેલ રાષ્ટ્રીય મહિલા આયોગની અંડર સેક્રેટરી શિવાની ડે અને લીગલ કાઉન્સિલર શિવાની સિંહે જણાવ્યું કે, રાષ્ટ્રીય મહિલા આયોગની ચેરપર્સન રેખા શર્માના આદેશ પર અમે લોકો અહીં આવ્યા છે.અમે લોકો દુમકામાં અંકિતા મર્ડર કેસનો સમગ્ર રિપોર્ટ રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માને સોંપશે.અમે અંકિતાના પરિવારજનો અને અંકિતા સિંહના પિતા સાથે વાત કરી.ઘટના સ્થળની પણ તપાસ કરી હવે અહીંથી ગયા બાદ રિપોર્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ અગાઉ રાષ્ટ્રીય મહિલા આયોગે અંકિતા સિંહ મર્ડર મામલે સંજ્ઞાન લીધું હતું. NCWના અધ્યક્ષ રેખા શર્માએ DGP ઝારખંડને પત્ર લખ્યો હતો અને ટ્વિટ કરીને નિષ્પક્ષ તપાસનો આદેશ આપ્યો હતો.તેમજ સાત દિવસમાં રિપોર્ટ માંગ્યો હતો.આ મામલે NCWની બે સભ્યોની ટીમ મંગળવારે સાંજે જ રાંચી પહોંચી હતી અને DGP ઓફિસથી મામલાની માહિતી લીધી હતી.બુધવારે ટીમ અંકિતાના દુમકા સ્થિત ઘરે પહોંચી હતી.તમને જણાવી દઈએ કે, 23 ઓગસ્ટની રાત્રે પોતાના ઘરમાં સૂઈ રહેલી અંકિતાને સનકી શાહરૂખે બારીમાંથી પેટ્રોલ નાંખીને આગ લગાવી દીધી હતી.ઘટનાને અંજામ આપ્યા બાદ શાહરૂખ ફરાર થઈ ગયો હતો.બાદમાં રિમ્સમાં સારવાર દરમિયાન અંકિતાનું મોત થયું હતું.અંકિતાના મોત બાદ દુમકા સહિત દેશભરના લોકોએ આ ઘટનાની સખત નિંદા કરી હતી અને આ મામલાની ઝડપી સુનાવણી હાથ ધરી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.