– મેયર સહિતના 4 પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે કુલ 5 ઇનોવા કાર ખરીદવા 77 લાખનો ધુમાડો કરાશે
– આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે
સુરત : સુરત મહાનગર પાલિકામા મેયરના 5 કરોડ રૂપિયાના બંગલાને કારણે વિવાદ છેડાયો હતો.જો કે ત્યાર બાદ શાસકોને પ્રજાના પૈસા લીલાલેર કરવાનો શોખ જાગ્યો હોઈ તેવું લાગી રહ્યું છે.સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની કાર 7 વર્ષમાં જ ખરાબ થઈ ગઈ.તમામ પદાધિકારીઓ માટે હવે લાખો રૂપિયાનો ધુમાડો કરીને નવી કાર ખરીદવામાં આવશે.
7 વર્ષમાં ખરાબ થઈ ગઈ કાર
સુરતના મેયર અને કમિશનરની કાર 7 વર્ષમાં જ ખરાબ થઈ.હવે તેમના માટે નવી 5 ઇનોવા ગાડી ખરીદાશે. 5 વર્ષમાં વારંવાર રિપેરીંગ ખર્ચ થતાં હોવાનું કારણ આપીને મેયર સહિતના 4 પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે કુલ 5 નવી ઈનોવા કાર ખરીદાશે.આ કાર ખરીદવા 77 લાખનો ધુમાડો સુરત મહાનગરપાલિકા દ્વારા કરાશે.આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે.
નવી ગાડીઓ ખરીદવા 77 લાખનો ધુમાડો કરશે
મેયર સહિતના 4 પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે કુલ 5 ઇનોવા કાર ખરીદવા 77 લાખનો ધુમાડો કરાશે. 6 વર્ષ 11 મહિના અગાઉ 14 જુલાઇ 2014 ના રોજ મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને કમિશનર માટે ખરીદાયેલી 4 ઇનોવા ગાડીનું રજિસ્ટ્રેશન કરાયું હતું.છેલ્લા 5 વર્ષમાં આ ગાડીઓ વારંવાર રિપેરીંગ માટે જતી હોવાનું અને ઘણો ખર્ચ થતો હોવાનું કારણ જણાવાયું છે.ત્યારે આ ફરિયાદ ઉઠતાં નવી કાર લેવાનું કારણ જણાવાયું છે.


