અંબાજી : અંબાજીના છાપરી ચેકપોસ્ટ થી 2.277 કિલોગ્રામ કિંમત રૂપિયા ૨ લાખ ૨૭ હજાર સાતસોના અફીણના રસકટના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઇ NDPS કલમ હેઠળ અંબાજી પોલીસે કાર્યવાહી કરી હતી.
IGP જે.આર મોરથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ બનાસકાંઠાનાઓએ બનાસકાંઠા જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ અટકાવવા સારૂ કાર્યવાહી કરવા સુચના કરતા મદદનીશ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર સુશીલ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ અંબાજી પી.આઇ જે.બી આચાર્યની સૂચના અન્વયે પી.કે લીમ્બાચીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસોએ સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન 2.277 કિ.ગ્રા.કિં.રૂ.૨ ,૨૭ ,૭૦૦/- ના અફીણનો રસકટ ભરેલ થેલી સાથે પ્રકાશસિંગ S/O મોગુસિંગ જાતે રાવત (મીણા) રહે.કંમ્બોલીયા તા.છોટીછાદડીયા જિલ્લો પ્રતાપગઢ રાજસ્થાન વાળા ને પકડી NDPS કલમ અન્વયે કાર્યવાહી કરવામાં આવેલ છે.