મુંબઈ : મુંબઇ બહોળો સાંસ્કૃતિક વારસો ધરાવે છે,પણ કોરોનાને પગલે છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં કોઇ મોટી ઇવેન્ટ યોજાઈ ન હતી.જોકે રવિવારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ભાવિ પુત્રવધૂ ‘ભારતનાટ્યમ્’નું આરંગેત્રમ પર્ફોર્મન્સ ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. રવિવારે જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રાન્ડ થિયેટરમાં અગ્રણી હસ્તીઓ રાધિકાના સ્ટેજ પર્ફોર્મન્સને પ્રોત્સાહિત કરવા એકત્રિત થઈ હતી.મર્ચન્ટ અને અંબાણી પરિવાર તો આ પ્રસંગે ઉપસ્થિત હતા જ,તેમના મિત્રો તેમજ જાહેર સેવા,બિઝનેસ અને કલા જગતની હસ્તીઓ પણ અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુનો ઉત્સાહ વધારવા પહોંચી હતી.મોટા ભાગના મહેમાન પરંપરાગત પહેરવેશમાં હતા.અંબાણી અને મર્ચન્ટ પરિવારે તમામ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.ઇવેન્ટ પહેલાં કોરોના ટેસ્ટિંગ સહિત કોવિડના તમામ પ્રોટોકોલ્સનું પાલન કરાયું હતું.
મુકેશ અંબાણીના ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના આરંગેત્રમ પર્ફોર્મન્સ જોવા માટે વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ પણ આવી હતી.મુકેશ અંબાણીની સાથે તેમના ભાઇ અનિલ અંબાણીએ આ પ્રસંગે આવેલા કથાકાર રમેશભાઇ ઓઝાને આવકાર્યા હતા.બીજી બાજુ બોલીવુડ સ્ટાર સલમાન ખાન,રણવીર સિંહ અને આમિર ખાન સહિતની હસ્તીઓએ પણ હાજરી આપીને ઇવેન્ટની શોભા વધારી હતી.મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે તેમના પુત્રો સાથે પહોંચ્યા હતા