ચંદીગઢ, તા. 20 માર્ચ 2022 રવિવાર : હરિયાણાના અંબાલા-ચંદીગઢ હાઈવે પર એક પ્રાઈવેટ યુનિવર્સિટીની સામે ખાલી મેદાનમાં 3 જીવતા હેન્ડ ગ્રેનેડ અને એક IED મળવાથી વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. મેદાનમાં પડેલા હેન્ડ ગ્રેનેડને કેટલાક પ્રવાસી મજૂરોએ જોયા જે બાદ તાત્કાલિક આની માહિતી પોલીસને આપવામાં આવી.ઘટના સ્થળ પર પહોંચેલી બોમ્બ સ્કવોડની ટીમે ત્રણેય જીવતા હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કર્યા.
હવે પોલીસ આ મામલે તપાસમાં લાગેલી છે કે આખરે ખાલી મેદાનમાં 3 જીવતા હેન્ડ ગ્રેનેડ ક્યાંથી અને કેવી રીતે આવ્યા.ઘટનાની જાણકારી આપતા અંબાલાના એસપીએ જણાવ્યુ કે હરિયાણા-પંજાબ બોર્ડરના ચંદીગઢ હાઈવેથી 3 ગ્રેનેડ અને IED મળ્યા છે.
તેમણે કહ્યુ,કોલેજના સ્ટાફને આ બોમ્બ કાલે સાંજે જ મળી ગયો હતો,પરંતુ આની માહિતી પોલીસને ઘણી વાર બાદ મળી.અંબાલા એસપીએ જણાવ્યુ કે આ ઘટનાની તપાસ દરેક એન્ગલથી કરાશે.
ઘટનાની ગંભીરતાને જોતા આની માહિતી NIA અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓને પણ આપવામાં આવી છે.એસપીએ કહ્યુ કે ઊંડાણપૂર્વકથી એ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ બોમ્બ અહીં કેમ અને કેવી રીતે આવ્યો.