આ વખતે કોરોનાથી રાહતને કારણે, બે વર્ષ પછી ગણેશોત્સવ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. 31મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી તેમની હર્ષોલ્લાસ સાથે પૂજા કરી દસમાં દિવસે ભક્તોએ બાપ્પાનું વિસર્જન કર્યુ હતું.લાલબાગચા રાજાના વિસર્જન દરમિયાન લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.
મુંબઈ : ગણપતિ બાપ્પાને શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વળાવવા માટે મુંબઈ સજજ થઈ ગયું છે.શહેરના તમામ સમુદ્રી કાંઠાઓ ઉપરાંત જળાશયો ખાતે વિસર્જનની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.મુંબઈગરા અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય આપશે અને ખાસ પ્રાર્થના કરશે કે હવે પછીથી પધરામણી માટે બે વર્ષનો ગેપ ના રહે તે તમારા હાથમાં છે.ભક્તોનું આતિથ્ય માણવા માટે હવે આવતાં વર્ષે અચૂક પધારજો જ.
ાુંબઈ મહાનગર પાલિકા તથા પોલીસે બંદોબસ્ત વિના વિધ્ને અને શાંતિથી પાર પડે તે માટે તમામ વ્યવસ્થા આટોપી લીધી છે.પોલીસના ૨૦ હજાર જવાનો તથા અધિકારીઓ ઉપરાંત હોમગાર્ડ જવાનો સહિતનો સ્ટાફ આવતીકાલે ખડેપગે રહેશે.આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની આઠ કંપનીઓ તથા રેપિડ એક્શન ફોર્સની એક કંપનીને પણ તૈનાત કરવામાં આવી છે.મહત્વના સ્થળોએ સીસીટીવી કેમેરા ઉપરાંત ડ્રોનથી પણ ભીડ પર નજર રાખવામાં આવશે. લાકોને લાઉડ સ્પીકર અને મેગાફોનથી સૂચનાઓ અપાતી રહેશે.ગણપતિ વિસર્જન માટે આવતાં વાહનો તથા લોકોનાં ટોળાંને અલગ પાડવા માટે નિર્ધારિત રુટ બનાવી દેવાયા અને બેરીકેડ ગોઠવાઈ છે.ગિરગાંવ,શિવાજી પાર્ક,જુહુ,મલાડ માલવાની અને ગણેશ ઘાટ પવઈ ખાત ખાસ કન્ટ્રોલ રુમ ઊભા કરવામાં આવ્યા છે.
વિવિધ માર્ગો પરથી ગણપતિ સવારીઓ સમુદ્રી કાંઠા સુધી પહોંચે તે માટે અનેક માર્ગો પર ટ્રાફિક બંધ કરાશે અથવા ડાઈવર્ટ કરાશે. આ માર્ગો તથા અન્યત્ર ટ્રાફિકની જાળવણી માટે ટ્રાફિક પોલીસની ટીમ સમગ્ર શહેરમાં મધરાત સુધી ફરજ બજાવતી રહેશે.
મુંબઈ મહાનગર પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં દોઢ દિવસ,પાંચ દિવસ તથા સાત દિવસ માટે પધરામણી થઈ હોય તેવી ૨.૭૦ લાખ પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. આવતીકાલે મુખ્ય વિસર્જન માટે ગિરગામ,જુહુ, બાન્દ્રા,દાદર સહિતના સમુદ્રી કાંઠે ઉપરાંત ૭૩ કુદરતી તળાવ અને ૧૬૨ કૃત્રિમ કુંડ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.સમુદ્ર કાંઠાઓ પર ક્રેઇન,પ્લેટ્સ,લાઇફબોટ્સ,તરાપા સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે.