બિહાર : તા.20 જૂન 2022,સોમવાર : બિહારમાં 5 દિવસથી અગ્નિપથ યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.સોમવારે કેટલાક સંગઠનોએ બિહાર બંધનું એલાન આપ્યું છે.તેનું RJD સહિત રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યું છે.વિરોધ પ્રદર્શને કરાણે રેલ્વે કામગીરી પર અસર પડી છે.અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.સર્વત્ર વિરોધ પ્રદર્શનના કારણે સરકારે પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરી છે.સાવચેતીના ભાગરૂપે ખાનગી શાળાઓ અને કોલેજો પણ આજે બંધ રાખવામાં આવી છે.
બિહાર સરકારના જણાવ્યા અનુસાર,અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા લગભગ 804 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ પ્રશાસને આજે સાવચેતીના ભાગરૂપે 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાવી દીધી છે.આ જિલ્લાઓમાં અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ સિવાય પ્રદર્શનકારીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.સોમવારે પટનાના ડાક બંગલા ચોક પર સુરક્ષા કર્મચારીઓ તૈનાત જોવા મળ્યા હતા.
રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનને કારણે રવિવારે 483 ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે.રેલ્વેના પૂર્વ મધ્ય ઝોને રવિવારે હાવડા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ સહિત દેશના ઉત્તરીય ક્ષેત્ર સાથે કોલકાતા અને પશ્ચિમ બંગાળના અન્ય સ્થળોને જોડતી 29 ટ્રેનો રદ કરી હતી.સમસ્તીપુર રેલ્વે વિભાગે સોમવારે 41 એક્સપ્રેસ અને 86 પેસેન્જર ટ્રેનોનું સંચાલન રદ કર્યું છે.

