એવું કહેવામાં આવે છે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી,તે કોઈપણ ઉંમરે કોઈપણ સાથે થઇ જાય છે અને તે જાતિ અને ધર્મના બંધનને પણ જોતો નથી. અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.અહીં છૂટાછેડા લીધેલા એક પુત્રની માતાને એક 17 વર્ષિય છોકરો સાથે એટલો તે પ્રેમ થઇ ગયો કે હવે બંનેએ તેમના માતા-પિતાને એકબીજા સાથે રહેવા માટે છોડી દીધા છે.જો કે છોકરાની ઉંમર નાની હોવાને કારણે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ પોલીસે છોકરાને તેના માતા-પિતાને સોંપ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આ મામલો અમદાવાદના અસારવા વિસ્તારનો છે. 30 વર્ષીય યુવતીએ થોડા મહિના પહેલા જ તેના પતિથી છૂટાછેડા લીધા હતા.તે પછી તે 17 વર્ષના છોકરાના સંપર્કમાં આવી.બંને પ્રેમમાં પડ્યાં.બંને ફોન પર વાત શરૂ કરી.આ દરમિયાન,યુવતીએ દરરોજ છોકરાને બોલાવવાનું શરૂ કર્યું.આ અંગે જ્યારે છોકરાના માતા-પિતાને ખબર પડી ત્યારે તેઓએ તેને ઘણું સમજાવ્યું અને યુવતીને મળવાની ના પાડી.
જોકે આ પછી તેણે ગુપ્ત રીતે યુવતીને મળવાનું ચાલુ રાખ્યું.તાજેતરમાં જ તે ઘરેથી ભાગી ગયો હતો અને યુવતીના ઘરે ગયો હતો.માતા-પિતા યુવતીના ઘરે પહોંચ્યા ત્યારે બંનેએ ઘરને અંદરથી તાળા મારી દીધા હતા.જે બાદ તેણે પોલીસને આ અંગે માહિતી આપી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસની પૂછપરછમાં બંનેએ કહ્યું હતું કે તેઓ એકબીજા સાથે રહેવા માંગે છે.બંને એક બીજાને પ્રેમ કરે છે.જો કે,છોકરો હજી સગીર હોવાથી પોલીસે તેને તેના માતા-પિતાને સોંપી દીધો હતો.
છૂટાછેડા પછી યુવતી તેના દીકરા સાથે એકલી રહે છે
30 વર્ષની યુવતી એક બાળકની માતા છે.તેણીના તેના પતિથી છૂટાછેડા થયા છે.છૂટાછેડા બાદથી તે એકલી રહે છે. આ સમય દરમિયાન તેનો આ છોકરા સાથે સંપર્ક થયો અને બંને પ્રેમમાં પડી ગયા.બંને હવે એક બીજા સાથે રહેવા માંગે છે.દરમિયાન,છોકરાના માતાપિતાએ આરોપ લગાવ્યો હતો કે મહિલાએ તેના પુત્રને પ્રેમની જાળમાં ફસાવ્યો હતો.મોબાઈલમાં તે પોતાનો અશ્લીલ ફોટા મોકલે છે.જેનો પુત્ર તેની જાળમાં ફસાઈ ગયો છે.


