By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અતીકને ફાંસીની માંગ સાથે જૂતાનો હાર લઈને પહોંચ્યા વકીલ, કહ્યું આ ઉમેશ પાલના જૂતા છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અતીકને ફાંસીની માંગ સાથે જૂતાનો હાર લઈને પહોંચ્યા વકીલ, કહ્યું આ ઉમેશ પાલના જૂતા છે
GeneralNational

અતીકને ફાંસીની માંગ સાથે જૂતાનો હાર લઈને પહોંચ્યા વકીલ, કહ્યું આ ઉમેશ પાલના જૂતા છે

HM News
Last updated: 28/03/2023 10:55 AM
HM News
2 years ago
Share
SHARE

દેશમાં ચારેબાજુ માફિયા અતીકને લઈને ચર્ચા થઇ રહી છે કે ઉમેશ પાલ અપહરણ કેસમાં શું ચુકાદો આવશે ત્યારે આજે ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLAકોર્ટે માફિયા અતીક અહેમદ સહિત ૩ લોકોને દોષિત જાહેર કર્યા છે જ્યારે તેના ભાઈ અશરફ સહિત બાકીના 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.પ્રયાગરાજ કોર્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન અતીક અહેમદને લઈને વકીલોમાં ભારે નારાજગી જોવા મળી હતી.જ્યારે ઘણા વકીલો તેને ફાંસીની સજાની માંગ કરી રહ્યા હતા ત્યારે વરુણ નામનો વકીલ જૂતાનો હાર લઈને કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો.તેણે કહ્યું કે તે આ જૂતાની માળા અતીકને પહેરાવશે.

વકીલ જૂતાનો હાર લઈને કોર્ટ પરિસરમાં પહોંચ્યો

ઉમેશ પાલ અપહરણ કેસના ચુકાદા દરમિયાન વકીલ સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી હતી.પ્રયાગરાજ MP-MLAકોર્ટની બહાર વરુણ નામનો વકીલ જૂતાનો હાર લઈને અહીં પહોંચ્યો હતો.તેણે કહ્યું કે તેઓ અતીક અહેમદને જૂતાનો હાર પહેરાવશે,જે પાલ સમાજ અને સમગ્ર વકીલ સમુદાયને ખુશી આપશે.આનાથી એડવોકેટ સમાજને ખુશી મળશે કે, જો એડવોકેટની હત્યા થઈ હોય તો તે જુતાનો હાર પહેરીને તેની સજા સાંભળવા આવ્યો છે.જ્યારે વરુણને પૂછવામાં આવ્યું કે આ કોના જૂતા છે તો તેણે કહ્યું કે આ ઉમેશ પાલ અને રાજુ પાલના પરિવારના સભ્યોના જૂતા છે.

#WATCH | UP: A man, Varun stands outside Prayagraj MP-MLA Court, carrying a garland of footwear. He says, "If I make Atiq Ahmed wear a garland of footwear, the Pal community and the entire lawyer community will be happy. He killed a member of the lawyer community, they will be… pic.twitter.com/qFQEEqq39B

— ANI (@ANI) March 28, 2023

વકીલોએ ફાંસીની સજાની માંગ કરી હતી

ઉમેશ પાલ પોતે પણ વકીલ હતો આથી વકીલ સમુદાયમાં ઉમેશ પા અપહરણ કેસના ચુકાદા દરમિયાન વકીલોમાં ભારે નારાજગી જોવા મળી હતી.જયારે બીજી કોર્ટની લોબીનો પણ એક વિડીયો સામે આવ્યો છે,જ્યાં મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા છે અને અતીક અહેમદને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે,જ્યારે અતીક અહેમદને કોર્ટની બહાર લાવવામાં આવી રહ્યો હતો,ત્યારે આ એડવોકેટ અતીક અહેમદ તેને ફાંસી આપવાના નારા લગાવતો જોવા મળ્યો હતો અને અતીક અહેમદ મુર્દાબાદના નારા લગાવી રહ્યો હતો.

ઉમેશ પાલ કાયદાની પ્રેક્ટીસ કરતો હતો

અતીક અહેમદને લઈને પ્રયાગરાજ કોર્ટમાં વકીલોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો.ઉમેશ પાલ પણ કાયદાની પ્રેક્ટિસ કરતો હતો.અતીકે એડવોકેટની હત્યા કરી હોવાના કારણે વકીલોમાં સૌથી વધુ ગુસ્સો જોવા મળ્યો હતો.જ્યારે અતીકના સાગરિતોએ ઉમેશ પાલ પર હુમલો કર્યો ત્યારે તે સમયે પણ તેણે વકીલનો કોટ પહેર્યો હતો અને તે કોર્ટમાંથી જ ઘરે પરત ફરી રહ્યો હતો.

મેદાન વગરની સ્કૂલોના બાળકો નારણપુરા સ્પોર્ટસ સંકુલમાં રમી શકશે
મહારાષ્ટ્ર-કર્ણાટક સહિતના રાજયોની તિજોરી ખાલી : પગાર ચૂકવવાના પણ સાંસા
ભૂગર્ભ જળનું સ્તર નીચું જતા હવે બોરીંગ કરવા માટે મંજુરી મેળવવી ફરજિયાત
રિપબ્લિક TVના CEO ખાનચંદાની 15 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં
સુરતમાં 20 હજારની લાંચ લેતા એક પોલીસકર્મી ઝડપાયો : એક ફરાર
Share This Article
Facebook Email Print
Previous Article પંચાયત મનરેગા હેઠળ કામ આપવામાં નિષ્ફળ જતાં ગ્રામજનોએ DDOને નોટિસ પાઠવી
Next Article Custodial Death Case : SCએ સંજીવ ભટ્ટની અરજી પર ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up