IAS ટીના ડાબીએ IAS પ્રદીપ ગવાંડે સાથે સગાઈ કરી ત્યારથી ચર્ચામાં છે.ટીના ડાબીએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર સગાઈની તસવીરો શેર કરી હતી.ટીના ડાબીએ IAS અતહર ખાન સાથે લગ્ન કર્યા હતા. 2018માં તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા અને 2021માં ડિવોર્સ મંજૂર થયા હતા.
વર્ષ 2016માં UPSC ટોપર રહેલા IAS ટીના ડાબી ફરી એકવાર ચર્ચામાં છે.પહેલા લગ્નને લઈને લાઈમલાઈટમાં રહેલા ટીના ડાબી અત્યારે બીજા લગ્નના કારણે ચર્ચાનો વિષય બન્યા છે.પહેલા પતિ પાસેથી ડિવોર્સ લીધાના સાત મહિના બાદ તેઓ રાજસ્થાનના પુરાતત્વ વિભાગના ડિરેક્ટર IAS પ્રદીપ ગવાંડે સાથે ઘરસંસાર વસાવવા જઈ રહ્યા છે.ટીના ડાબીએ સોમવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રદીપ ગવાંડે સાથેની સગાઈની કેટલીક તસવીરો શેર કરી હતી.ટીના ડાબીએ પહેલા IAS અતહર ખાન સાથે લગ્ન કર્યા હતા.ટીના ડાબીએ 2018માં અતહર ખાન સાથે લગ્ન કર્યા હતા અને 2021માં તેમના ડિવોર્સ ફેમિલી કોર્ટે મંજૂર કર્યા હતા.
બીજીવાર લગ્નના બંધનમાં બંધાશે IAS ટીના ડાબી,જયપુરમાં પરિવારની હાજરીમાં કરી સગાઈ
જમ્મુ કાશ્મીરમાં રહેતા અતહર ખાન હાલ આ સમયે શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને શ્રીનગર સ્માર્ટ સિટી લિમિટેડના CEO છે. 29 વર્ષના અતહર અનંતનાગ જિલ્લાના છે.તેમણે પહેલા IIT મંડીથી એન્જિનિયરિંગ કર્યું બાદમાં UPSCની તૈયારી શરૂ કરી હતી.પહેલી વાર તેઓ 560મા ક્રમાંક પર હતા.પરંતુ તેનાથી તેઓ ખુશ નહોતા અને ફરીથી પરીક્ષા આપી હતી. 2015માં તેમણે ફરીથી પ્રયાસ કર્યો અને દેશભરમાં બીજા નંબરે આવ્યા.
આ જ વર્ષે ટીના ડાબીએ ટોપ કર્યું હતું.બંનેની મુલાકાત ટ્રેનિંગ દરમિયાન થઈ હતી. 2018માં જ્યારે ટીના ડાબી અને અતહર ખાનના લગ્ન થયા ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી.તેમની લવ સ્ટોરી રાષ્ટ્રીય મુદ્દો બન્યો હતો.જો કે, તેમનું લગ્નજીવન વધારે ટક્યું નહીં. 2020માં તેમણે કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ કરી હતી અને ઓગસ્ટ 2021માં તેમના ડિવોર્સ મંજૂર થયા હતા.
કોણ છે IAS પ્રદીપ ગવાંડે? જેમની સાથે IAS ટીના ડાબી કરવાના છે બીજા લગ્ન
અતહર ખાન તેમના કામ માટે જાણીતા છે.તેમને ઘણા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.સ્માર્ટ સિટી એવોર્ડ 2022 ઈવેન્ટ દરમિયાન તેમના નેતૃત્વવાળા શ્રીનગર સ્માર્ટ સિટીને બેસ્ટ સિટી લીડર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.આ પહેલા સોશિયલ સર્વિસ સાથે જોડાયેલા કામ માટે વર્ષ 2020માં IIT મંડી તરફથી તેમને યંગ અચિવર્સ એવોર્ડ 2020થી સન્માનિત કરાયા હતા.