ન્યુ દિલ્હી,તા.૨૨
અદાણી ગ્રૂપને દિલ્હીના અલ્ટ્રા પોશ એરિયા લુટિયન્સમાં રૂ. ૪૦૦ કરોડમાં આલીશના બંગલો મળી ગયો છે. ૩.૪ એકર જમીનમાં ફેલાયેલા આ બંગલાનો બિલ્ટ-અપ એરિયા ૨૫,૦૦૦ સ્ક્વેર ફૂટ છે. તેમાં ૭ બેડરૂમ, ૬ ડાઈનિંગ રૂમ, એક સ્ટડી રૂમ અને ૭,૦૦૦ સ્ક્વેર ફૂટમાં સ્ટાફ ક્વાર્ટર બનેલા છે. બંગલાની ચારેય બાજુ ગ્રીનરી છે. આ બે ફ્લોરનો બંગલો ભગવાન દાસ રોડ પર છે. રિપોર્ટ પ્રમાણે બંગલાનો માલિકી હક પહેલા આદિત્ય એસ્ટેટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસે હતો. પરંતુ તેના વિરુદ્ધ નાદારી પ્રક્રિયામાં અદાણી ગ્રૂપની બોલી મંજૂર થઈ છે. ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ આ બંગલો ખરીદવા માંગતા હતા. આદિત્ય એસ્ટેટ્સે અમુક વર્ષો પહેલાં આ બંગલાની કિંમત રૂ. ૧૦૦૦ કરોડ આંકી હતી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (એનસીએલટી)એ ૧૪ ફેબ્રુઆરીએ અદાણી ગ્રૂપની કંપની અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આદિત્ય એસ્ટેટ્સના ૯૩ ટકા લેણદારો પણ અદાણીની બોલીના પક્ષમાં હતા. એનસીએલટીના દસ્તાવેજો પ્રમાણે નાદારી પ્રક્રિયામાં બંગલાની કિંમત માત્ર રૂ. ૨૬૫ કરોડ આંકવામાં આવી હતી. અદાણી પ્રોપર્ટીઝને રૂ. ૫ કરોડની ગેરંટી અને ૧૩૫ કરોડ રૂપિયા કન્વર્ઝેશન ચાર્જ ચૂકવવો પડશે.
અદાણીએ દિલ્હીના પોશ એરિયામાં ૧૦૦૦ કરોડનો બંગ્લો માત્ર ૪૦૦ કરોડમાં ખરીદ્યો
Leave a Comment