By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અદાણીના NDTVને ‘જબરદસ્તીથી’ કબજે કરવાના પ્રયાસ અંગે પ્રમોટર સેબીની શરણે, શું ડીલ પર રોક મુકાશે?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અદાણીના NDTVને ‘જબરદસ્તીથી’ કબજે કરવાના પ્રયાસ અંગે પ્રમોટર સેબીની શરણે, શું ડીલ પર રોક મુકાશે?
GeneralNational

અદાણીના NDTVને ‘જબરદસ્તીથી’ કબજે કરવાના પ્રયાસ અંગે પ્રમોટર સેબીની શરણે, શું ડીલ પર રોક મુકાશે?

HM News
Last updated: 29/08/2022 11:26 AM
HM News
3 years ago
Share
SHARE

– NDTVએ ગૌતમ અદાણી દ્વારા કંપનીના આ બળજબરીથી ટેકઓવર સામે સેબીમાં અરજી કરી છે.એનડીટીવીએ જણાવ્યું છે કે શેર ટ્રાન્સફર કરતાં પહેલા રેગ્યુલેટરની પૂર્વ મંજૂરી જરૂરી છે.એનડીટીવીનું કહેવું છે કે સેબીએ એનડીટીવીના ફાઉન્ડર્સે 2 વર્ષ માટે શેરની ડીલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

નવી દિલ્હી : વિશ્વના 10 સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક ગૌતમ અદાણીની કંપની બળજબરીપૂવર્ક એનડીટીવી કબજે કરવાના પ્રયાસમાં હોવાનું જણાવતાં દેશના અગ્રણી મીડિયા જૂથ NDTVએ સેબીની મદદ માગી છે. NDTVના પ્રમોટરે VCPLને જારી કરાયેલા વોરંટના રૂપાંતર અંગે માર્કેટ રેગ્યુલેટર સેબીની સ્પષ્ટતા માંગી છે.નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ અને આરઆરપીઆર હોલ્ડિંગ્સ લિમિટેડે વોરંટના મુદ્દે જાણવા માંગે છે કે નવેમ્બર 2020માં SEBIના આદેશ પછી NDTV પ્રણય રાય અને રાધિકા રાયના પ્રમોટર્સ પર બે વર્ષ માટે શેરબજારમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.શું આ નિયમ હેઠળ VCPLને મંજૂર કરાયેલા શેરનું ટ્રેડિંગ કે વેચાણ થઈ શકે છે.અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે શેરબજારના નિયમનકારે આંતરિક ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો હતો કે RRPR અદાણી જૂથને શેર ફાળવી શકે છે.જે NDTVની પ્રમોટર કંપની છે. 23 ઓગસ્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની દિગ્ગજ અદાણીએ NDTVમાં 29.8 ટકા હિસ્સો હસ્તગત કર્યો હોવાની જાહેરાત કરી હતી.

એનડીટીવી ટેકઓવર કરવા ઓપન ઓફર લાવવાની જાહેરાત

અદાણી ગ્રુપે વિશ્વ પ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડમાં હિસ્સો ખરીદીને NDTVમાં પ્રવેશ કર્યો હતો.વિશ્વ પ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ RRPR ના કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ધરાવે છે.આ પછી અદાણી જૂથે એનડીટીવીને ટેકઓવર કરવા માટે શેરબજારમાંથી 26% હિસ્સો ખરીદવાની ઓપન ઓફર લાવવાની જાહેરાત કરી હતી.

NDTVએ ગૌતમ અદાણી દ્વારા કંપનીના આ બળજબરીથી ટેકઓવર સામે સેબીમાં અરજી કરી છે.એનડીટીવીએ જણાવ્યું છે કે શેર ટ્રાન્સફર કરતા પહેલા રેગ્યુલેટરની પૂર્વ મંજૂરી જરૂરી છે.એનડીટીવીનું કહેવું છે કે સેબીએ એનડીટીવીના ફાઉન્ડર્સ પર 2 વર્ષ માટે શેરની ડીલ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે,જેના કારણે કંપનીના શેર ટ્રાન્સફર કરવા માટે સેબીની મંજૂરી જરૂરી છે.

અદાણી ગ્રુપે આ મામલે કહ્યું છે કે આમાં સેબીના નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી.એનડીટીવીના પ્રમોટર્સ આ મામલામાં હસ્તક્ષેપ કરવા સેબી પાસેથી બિનજરૂરી માગણી કરી રહ્યા છે. VCPL એ ₹404 કરોડની લોન સામે 2010માં NDTVના ડિબેન્ચર્સ હસ્તગત કર્યા હતા.એક્વિઝિશન નોટિસ મુજબ, NDTVએ 25 ઓગસ્ટ સુધીમાં VCPLને શેર ફાળવવાનું હતું,પરંતુ આ સમયગાળા સુધી NDTVના શેર વિશ્વ પ્રધાનને ફાળવવામાં આવ્યા ન હતા.

હરિયાણામાં ત્રણ યુવતીઓએ વૃધ્ધના કપડાં ઉતારી બનાવ્યો વીડિયોને ….
ગુજરાતના ST કર્મચારીઓની જીત, આંદોલન સમેટાયું
આ ઉઘાડી લુંટ છે,ડાકુગીરી જ છે ! રાજકોટના વેપારીની CUV જપ્ત કરવાના મુદ્દે હાઈકોર્ટના આકરા શબ્દો
ગુજરાતમાં ટ્રાફિકના નિયમનો ભંગ માટે ASI, કોન્સ્ટેબલ, હોમ ગાર્ડ મેમો ના આપી શકે કે દંડ ના લઈ શકે, જાણો કોને છે સત્તા ? જાણો તમારા અધિકાર
ફાયરસેફ્ટીની પીઆઇએલમાં હાઇકોર્ટનો મહત્વનો આદેશ, ગુજરાતમાં બીયુપી વિનાની બિલ્ડીંગો સામે તાત્કાલિક પગલાં લો
Share This Article
Facebook Email Print
Previous Article રણબીરની આ નૉન વેજ ડિશની પસંદગી સાંભળી #BoycottBrahmastra થયું ટ્રેન્ડ, જાણો વધુ
Next Article રિલાયન્સ રૂ.5600 કરોડમાં નહીં ખરીદી શકે મેટ્રો કેશ એન્ડ કેરી, થાઈલેન્ડની કંપનીએ આપી 8,000 કરોડની ઓફર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up