સમય ઉપર વેસલ્સની ડિલિવરી ન આપનાર અનીલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ – RNEL ને ઇન્ડિયન નેવીએ આપેલ રૂપિયા ૨૫૦૦ કરોડનો વેસલ્સનો કોન્ટ્રાકટ રદ કરી નાખ્યો છે.અનિલ અંબાણી ગ્રુપ તરફથી આ મામલે હજુ કોઈ ટિપ્પણી આપી નથી.ઇન્ડિયન નેવીએ સપ્ટેમ્બર ૨૦૨૦ આસપાસ આ કોન્ટ્રાકટ રદ કરી નાખ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.ઈન્ડિયન નેવીએ અનિલ અંબાણીની માલિકીની RNEL કંપનીને 2500 કરોડનો ઓફશોર પેટ્રોલ વેસલ્સ (NPOVs) કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
RNELની પેરન્ટ કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.RNEL પહેલા પિપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ લિમિટેડ તરીકે ઓળખાતી હતી.રિલાયન્સ જૂથે ગુજરાત સ્થિત આ કંપનીને હસ્તગત કરી તે પેહલા નેવીએ 2011માં પાંચ વોરશિપ માટે કંપની સાથે કરાર કર્યા હતા.રિલાયન્સ જૂથે 2015માં પિપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ લિમિટેડને ટેકઓવર કરી અને બાદમાં તેનુ નામ બદલીને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ RNEL કરી દીધું.નેવી તરફથી તેને 5 વોરશિપ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.RNEL હાલ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)માં રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.કંપની IDBI બેંકની ડિફોલ્ટર છે. કંપની પર લગભગ 11 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.