નવી દિલ્હી : અમેરિકા,બ્રિટન અને ભારત સહિત ઘણા દેશ કાબુલમાંથી લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.આં દરમિયાન ફ્રાન્સે નિર્ણય લીધો છે કે તે 31 ઓગસ્ટની અંતિમ તારીખથી ચાર દિવસ પહેલા એટલે કે શુક્રવારથી તેની ફ્લાઇટ બંધ કરશે. રશિયન સમાચાર એજન્સી સ્પુતનિક અનુસાર,ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સે કહ્યું છે કે શુક્રવારની રાત પછી કાબુલ એરપોર્ટ પરથી ઇવેક્યુએશન ફ્લાઇટ્સ ચલાવી શકશે નહીં.
બીજી બાજુ, અમેરિકાએ સંકેત આપ્યો છે કે અમેરિકી સૈન્યનું મિશન પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટની સમય મર્યાદા પછી પણ કાબુલ એરપોર્ટ ખુલ્લું રાખવામાં આવી શકે છે.અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે કાબુલ એરપોર્ટ પરથી ઓપરેશન ચાલુ રાખવાના પ્રયાસો ચાલુ છે અને અન્ય દેશો આમાં ભૂમિકા ભજવી શકે છે કે કેમ તે જોવાનું બાકી છે.