By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અફઘાનિસ્તાન સરકારે તાલિબાનને સત્તા સોંપી, રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અફઘાનિસ્તાન સરકારે તાલિબાનને સત્તા સોંપી, રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યો
GeneralInternational

અફઘાનિસ્તાન સરકારે તાલિબાનને સત્તા સોંપી, રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યો

HM News
Last updated: 16/08/2021 8:37 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, 15 ઓગસ્ટ : તાલિબાને અફઘાનિસ્તાન પર 20 વર્ષ પછી ફરી એક વખત કબજો જમાવી દીધો છે.ટોલો ન્યૂઝ અનુસાર, સત્તા હસ્તાત્તરણની પ્રક્રિયા પણ અહીં પૂર્ણ થઈ ગઈ છે.રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી દીધી છે. સૂત્રો અનુસાર નવી વચગાળાની સરકારના વચગાળાના વડા તરીકે અલી અહેમદ જલાલીનું નામ મોખરે છે.એવા સમાચાર પણ આવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડી દીધો છે.એવું માનવામાં આવે છે કે ગની અમેરિકા જઈ રહ્યા છે.

જ્યારે, કેટલાક તાલિબાન સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલ પોલીસે આત્મસમર્પણ શરૂ કરી દીધું છે.તે પોતાના હથિયારો તાલિબાનને સોંપી રહી છે.અગાઉ, આંતરિક અને વિદેશ બાબતોના કાર્યકારી પ્રધાનો અબ્દુલ સત્તાર મિર્ઝાકવાલે અલગ અલગ વીડિયો ક્લિપમાં ખાતરી આપી કે કાબુલના લોકો સુરક્ષિત રહેશે, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય સાથીઓ સાથે શહેરનું રક્ષણ કરી રહ્યા છે.

ટોલો ન્યૂઝ અનુસાર,મિર્ઝાકવાલે કહ્યું કે કાબુલ પર કોઈ હુમલો થશે નહીં, સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થશે.કાબુલની સુરક્ષાની જવાબદારી અફઘાન સુરક્ષા દળની છે.નવીનતમ માહિતી અનુસાર તાલિબાન આતંકવાદીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઘુસી ગયા છે અને દેશની તમામ સરહદો પર પણ કબજો કરી લીધો છે.ત્રણ અફઘાન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

તાલિબાનોએ કાબુલની બગરામ જેલ બાદ પુલ-એ-ચરખી જેલને પણ તોડી નાખી છે.તેમણે ત્યાંથી હજારો કેદીઓને પણ મુક્ત કર્યા છે.પુલ-એ-ચરખી અફઘાનિસ્તાનની સૌથી મોટી જેલ છે.મોટા ભાગના તાલિબાન લડવૈયાઓ અહીં બંધ હતા.

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓની નાપાક હરકત : હિન્દુ મહિલાના અસ્થિ સ્મશાન ઘાટ બહાર ફેંકાયા
5 કરોડની ‘જપ્ત’ રોકડ વ્યાજ સાથે પરત કરવા ઇન્કમટેક્સને આદેશ
દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં પાંચના મોત, મૌજપુર-બ્રહ્મપુરીમાં ફરીથી પથ્થરમારો
રાજ્યના 1200 કેદીઓને બે મહિના પેરોલ અથવા વચગાળાના જામીન અપાશે : વિજય રૂપાણી
સુરતમાં કોરોના ગતિમાં : સિટીમાં બે બાળકો સહિત ચાર, ગ્રામ્યમાં એક સંક્રમિત
Share This Article
Facebook Email Print
Previous Article અફઘાનિસ્તાન : અશરફ ગનીએ કહ્યું, લોહીની નદીઓ વહે એનાથી બચાવવા મેં દેશ છોડવાનું યોગ્ય સમજ્યું
Next Article અમારે ભારત-પાક વિવાદમાં નથી પડવું, સારા સંબંધો ઈચ્છીએ છીએઃ તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up