By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અબ્બુ બશીર અહેમદ અને પરિવારના ત્રાસથી અલ્મોડાની રોશન બાનોએ હિંદુ ધર્મ અપનાવ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અબ્બુ બશીર અહેમદ અને પરિવારના ત્રાસથી અલ્મોડાની રોશન બાનોએ હિંદુ ધર્મ અપનાવ્યો
GeneralNational

અબ્બુ બશીર અહેમદ અને પરિવારના ત્રાસથી અલ્મોડાની રોશન બાનોએ હિંદુ ધર્મ અપનાવ્યો

HM News
Last updated: 20/02/2023 11:06 AM
HM News
2 years ago
Share
SHARE

પ્રેમમાં કે લગ્ન બાદ મુસ્લિમ યુવતીઓ સનાતન અપનાવે તેવી ઘટનાઓ અનેક છે,પણ અબ્બુના ત્રાસથી અલ્મોડાની રોશન બાનોએ હિંદુ ધર્મ અપનાવ્યો હોવાની ઘટનાએ લોકોને બે ઘડી વિચાર કરવા મજબુર કરી દીધા છે.રોશન બાનોમાંથી રોશની બનેલી આ યુવતીએ પોતે જ પોતાના મોઢે આપવીતી કહી સંભળાવી કે કઈ રીતે તેનો પોતાનો જ પરિવાર તેને પ્રતાડિત કરો હતો.અંતે તેને મુસ્લિમ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવાની ફરજ પડી.

અબ્બુના ત્રાસથી અલ્મોડાની રોશન બાનોએ હિંદુ ધર્મ અપનાવ્યો હોવાની આ ઘટના ઉત્તરાખંડની છે.અલ્મોડાના થાના બઝારમાં રહેતી રોશની (રોશન બાનો) પોતાના પરિવારથી એ હદે ત્રાસી ગઈ કે તેણે ઈસ્લામ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.આ બાદ તેણે મીડિયા એજન્સીઓની સામે તે પણ સ્વીકાર્યું કે હિંદુ ધર્મમાં મહિલાઓને જે માન સન્માન અને આદર મળે છે તે અન્ય કોઈ ધર્મમાં નથી મળતું.તેણે એમ પણ જણાવ્યું કે તે પહેલાથી શ્રીમદ ભાગવત ગીતા વાંચતી આવી છે અને તે સ્વામી દયાનંદ સરસ્વતીથી પણ ખુબ પ્રભાવિત છે.

ખાનગી ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યો તેને હેરાન કરે,માર મારે અને ગાળો આપે તે સામાન્ય વાત છે.તે કહે છે કે 2012માં તેને સરકારી નોકરી મળી હતી. 2019માં જ્યારે તેણે હલ્દવાનીમાં એક ઘર ખરીદ્યું અને તેના પરિવારના સભ્યોએ તેમાં અધિકારોનો દાવો કરવાનું શરૂ કર્યું ત્યારે વસ્તુઓએ વધુ ખરાબ વળાંક લીધો.તેના પિતા અને તેનો ભાઈ તેને વારંવાર ધમકાવતા હતા અને તેની સાથે મારપીટ કરતા હતા.

અબ્બુ બશીર અહમદ કરતા પ્રતાડિત

રિપોર્ટોમાં જણાવ્યા અનુસાર રોશનીએ કહ્યું હતું કે તેના અબ્બુ બશીર અહમદ તેને ખુબ પ્રતાડિત કરતા હતા અને કહેતા હતા કે ઝાડ અમે વાવ્યું છે તો ફળ પણ અમે જ ખાઈશું.અમે જન્મ આપ્યો છે તો કત્લ પણ કરી શકીએ.જે બાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પછી તેના પિતાએ માફી માગી હતી.રોશનીએ એમ પણ કહ્યું હતું કે આ પછી તે રાણીખેતમાં ભાડાના ઘરમાં રહેવા લાગી હતી.તેણે આરોપ લગાવ્યો હતો કે પરિવારના સભ્યો ત્યાં આવીને પણ તેને માર મારતા હતા. તેઓએ તેને જાનથી મારી નાખવાની અને ઘરે લઈ જવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત રોશનીએ એમ પણ કહ્યું હતું કે, અબ્બુ હોવા છતાં તે ઈચ્છતા હતા કે હું મરી જાઉં,જેથી મારી તમામ સંપતિ તેમની થઈ જાય.અંતે પરિવારની હેરાનગતિથી કંટાળીને તેણે દીકરીઓ અને મહિલાઓને માન-સન્માન આપતા સનાતન હિંદુ ધર્મ અપનાવવાનો આકરો નિર્ણય લીધો હતો. 2022માં રોશનીએ પોતાના પરિવાર સાથેના તમામ સંબંધ તોડીને તેને પોતાની સંપત્તિમાંથી બેદખલ કરી દીધા હતા.તો બીજી તરફ રોશનીએ ધમકીઓ મળવા છતાં રાણીખેત પોલીસ અને પ્રશાસનના સહયોગને પ્રશંસનીય ગણાવ્યો હતો.

અખિલ ભારત હિંદુ મહાસભા ચૂંટણી લડી શકશે નહીં : સુપ્રીમ
ઉદ્ધવ ઠાકરેને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું નિમંત્રણ સ્પીડ પોસ્ટથી અપાતા શિવસેના લાલઘૂમ
મસ્જિદોમાં લાઉડસ્પીકર પર રાજકારણ ગરમાયું, નીતિન ગડકરીએ રાજ ઠાકરે સાથે કરી મુલાકાત
બ્રિટન : ઝાકીર નાઇકની ટીવી ચેનલ PEACEને UNPEACE : ૩ લાખ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો
મતોના ધ્રુવિકરણની ગર્ભીત ધમકી આપવા 2 દિવસમાં જ 1351 ફોર્મ વહેંચાયા, કતારગામ વોર્ડમાં સૌથી વધુ
Share This Article
Facebook Email Print
Previous Article મોદી સરકારનો આતંકવાદને મોટો ફટકો : સરકારે જમ્મુ-કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) પર મૂક્યો પ્રતિબંધ
Next Article અમેરિકન અરબપતિ જ્યોર્જ સોરોસના ભારત વિરોધી કારસ્તાનો અને કરમ કુંડળી : વાંચો વિગતે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up