મોદી પોતાની ઈમેજ સુધારવા મથી રહ્યા છે ત્યારે ગુરૂવારે ફરી એક વાર દેશમાં બેરોજગારીનો મુદ્દો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગતાં ભાજપની સોશિયલ મીડિયા ટીમ દોડતી થઈ ગઈ. ‘અબ કી બાર, કરોડોં બેરોજગાર’ એ હેશ ટેગ નંબર વન પર ટ્વિટ કરતું હતું.
કોરોનાની બીજી લહેરમાં 1.50 કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી
દેશમાં રોજગારી અંગેના ડેટા નિયમિત રીતે પ્રસિધ્ધ કરતી એજન્સી દ્વારા બહાર પડાયેલા ડેટા પ્રમાણે કોરોનાની બીજી લહેરમાં 1.50 કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 18 ટકાથી વધારે અને ગ્રામીણ વિસ્તારોમાં 9 ટકાથી વધારે છે એવો દાવો પણ કરાયો છે. આ ડેટાના આધારે લોકો મોદી સરકારના માથે માછલાં ધોઈ રહ્યાં છે.કોંગ્રેસે પણ આ તક ઝડપીને મોદી સરકારની ટીકા કરવામાં પોતાનું યોગદાન આપી દીધું.
— Mohd Nasir Khan (@MohdNas49977632) June 4, 2021
અર્થતંત્રની સ્થિતી ખરાબ છે અને વાસ્તવિક ડેટાનો મુકાબલો કરી શકાય તેમ નથી
ભાજપના નેતા સ્વીકારે છે કે, અર્થતંત્રની સ્થિતી ખરાબ છે અને વાસ્તવિક ડેટાનો મુકાબલો કરી શકાય તેમ નથી.પહેલાં જીડીપીમાં જોરદાર ઘટાડાના ડેટાને હવે બેરોજગારીના ડેટાના કારણે સરકાર દબાણમાં છે જ.