અમદાવાદ : એક્ટર સોનુ સૂદ આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે ત્યારે અભિનેતાઓએ ગઈકાલે અમદાવાદમાં ગુજરાત આપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ સોનું સુદે એક ખાનગી હોટલમાં આપ ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને આપ નેતા ઇશુદાન ગઢવી સાથે બેઠક કરી હતી.ઉલ્લેખનીય છે કે ગત અઠવાડીયે જ તેમના પર આયકર વિભાગના દરોડા પડ્યા હતા,ત્યારબાદ તેઓ અમદાવાદ એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા.


