સુરત : તા.9 જૂન 2022,ગુરુવાર : બિહાર રાજ્યના પટણામાં જન્મેલ ૪ હાથ અને ૪ પગ ધરાવતી બાળકી માટે કોરોનાકાળમાં લોકપ્રિય બનેલા અભિનેતા સોનુ સુદે સુરતની કિરણ હોસ્પિટલને બાળકીની સર્જરી કરવા માટે ભલામણ કરી હતી.જેનું ઓપરેશન સફળતાપૂર્વક થયાનું અભિનેતાએ તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પરથી જાહેર કર્યુ છે.ડોકટરની ટીમે ૭ કલાકમાં સફળતાપૂર્વક ઓપરેશન કરતા થોડા સમયમાં બાળકી અન્ય બાળકોની જેમ સમાન્ય થશે.
૨.૫વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.તેને જન્મથી જ ૪ હાથ અને ૪ પગ હતા.સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થઈ ત્યારે સોનુ સૂદે પોતાના તરફ થી બાળકનું ઓપરેશન કરાવવાની જાહેરાત કરી હતી અને સુરતની કિરણ હોસ્પિટલમાં ભલામણ કરી હતી.લગભગ એક અઠવડિયા પહેલા તેને હોસ્પિટલમાં શીફ્ટ કરી હતી. ડો.મિથુન અને તેમની ટીમના પ્રયાસો બાદ ચહુંમુખી થોડા સમય બાદ સામાન્ય બાળકોની જેમ વાંચનલેખન સાથે જ રમી શકશે.ઉ્લેખનીય છે કે ચહુંમુખીનો પરિવાર ૩૦ મે ના રોજ મુંબઈ પહોંચીને સોનુ સુદને મળ્યો હતો.સોનુ સુદે ચહુંમુખીની સારવાર માટે પરિવારને સુરત મોકલ્યો હતો અને ગુજરાતી તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.અભિનેતા એ જ સર્જરીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે.

