– મુંબઈ- પુણે એક્સપ્રેસ વે પર ત્રણ કાર અથડાઈ
મુંબઇ : બોલીવુડની અભિનેત્રી મલાઈકા અરોરાની કારને આજે મુંબઈ- પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત નડતા તેને નજીવી ઈજા થઈ હતી. તેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.ખોપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ આપેલી માહિતી મુજબ એક્સપ્રેસ વે પર ખોપોલી પાસેના એક્સિડન્ટ પ્રોનઝોનમાં ત્રણ કારની અથડામણ થઈ હતી.એમાં વચ્ચેની કારમાં પ્રવાસ કરી રહેલી મલાઈકાને નજીવી ઈજા થઈ હતી.મલાઈકાની રેન્જરોવરની આગળ અને પાછળ જે કાર હતી એ ટુરિસ્ટ કાર હતી.
બિનસત્તાવાર અહેવાલ મુજબ આજે મનસે નેતા રાજ ઠાકરેની સભા માટે આવી રહેલા કાર્યકરોની કાર સાથે મલાઈકાની કારની અથડામણ થઈ હતી અને મલાઈકાને માથામાં ઈજા થઈ હતી.જોકે પોલીસે એફઆઈઆર નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.