By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદથી મુંબઈ જતાં તમામ માલવાહક વાહનો હાઈવે પર અટવાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદથી મુંબઈ જતાં તમામ માલવાહક વાહનો હાઈવે પર અટવાયા
AhmedabadGeneral

અમદાવાદથી મુંબઈ જતાં તમામ માલવાહક વાહનો હાઈવે પર અટવાયા

HM News
Last updated: 15/07/2022 6:57 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદના મેન્યુફેક્ચરર્સને મુંબઈને વેપારીઓ સાથે જોડતા નેશનલ હાઈવે-૮ વરસાદમાં ભરાયેલા પાણીને કારણે જામ થઈ જતાં અમદાવાદથી મુંબઈ તરફ પાઠવવામાં આવેલા તમામ કન્સાઈનમેન્ટ રસ્તા વચ્ચે જ સલવાઈ ગયા છે.ભરૂચ પોલીસે તો અમદાવાદ મેસેજ મોકલી આપ્યો છે કે ભારે વરસાદને કારણએ ચીખલીથી વલસાડ તથા મહારાષ્ટ્ર જતો નેશનલ હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવાયો હોવાથી ભરૂચથી આગળ વાહનો ન જવા દેવાની સૂચના આપી દીધી છે.આ જ મેસેજ અમદાવાદના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ પહોંચાડવામાં આવ્યો છે.કચ્છથી લિગ્નાઈટ લઈને આવતી ટ્રકો પણ અટકી પડી છે.

પરિણામે અમદાવાદથી મુંબઈ તરફ જતાં કેમિકલ,ફાર્માસ્યૂટિકલ્સ,ટેક્સટાઈલ્સ,ડેરી પ્રોડક્ટ્સ,એન્જિનિયરિંગ ઉદ્યોગની આઈટેમ્સ,કૃષિ ઉપજનો મુંબઈ તરફ લઈ જવા ઉપડેલી હજારો ટ્રક્સ રસ્તામાં સલવાઈ ગઈ હોવાનું ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશનના મુકેસ દવેનું કહેવું છે.તેથી જ મુંબઈ અને વાપી તરફ જતાં તમામ વાહનોને રોકી દેવાની સૂચના આપવામાં આવી છે.સાપુતારા,વઘઈ અને ધરમપુરમાં ૧૧થી ૧૫ ઇંચ જેટલો વરસાદ પડતા સિલવાસા પાસેનો મધુબન ડેમ છલકાઈ ગયો છે.તેના પાણી પણ આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા છે. તેથી પણ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

બીજીતરફ કચ્છમાં ભારે વરસાદ પડતા કચ્છથી લિગ્નાઈટ લઈને ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં લિગ્નાઈટનો સપ્લાય પહોંચાડતી રોજ નીકળી ૧૫૦૦ જેટલી ટ્રકો નીકળી શકતી જ નથી.આમ કચ્છનો ગુજરાત સાથેનો વહેવાર પણ ભારે વરસાદને કારણે સીમિત થઈ ગયો છે.બોડેલી,રાજપીપળા,નસવાડી અને ડભોઈના રસ્તાઓ પર પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હોવાથી આ વિસ્તારોમાંથી પણ માલ લઈ જતી ટ્રકો ફસાઈ છે.તેમ જ વાહનોની અવરજવરમાં તકલીફ પડી રહી છે

જામનગર: BJP મહિલા નગરસેવિકાનું નવતર વિરોધ પ્રદર્શન
ભારત પાક.નાં ઘુંટણીયે, આગામી દિવસોમાં મોદી અને ઈમરાન લંડનમાં ડીનર કરશે : સ્વામી
ડાંગ જિલ્લામાં પોલીસની મોટી કાર્યવાહી : બેકરીની આડમાં ડુપ્લીકેટ ગુટખા બનાવતા પઠાણ બંધુઓને ઝડપી પાડ્યા
સુરત AAPના મહિલા કોર્પોરેટરનો આક્ષેપ : ભાજપે 3 કરોડની ઓફર કરી હોવાનો ઘટસ્ફોટ,પતિ પાસે દબાણ કરાવાતા છૂટાછેડા થયા
PM મોદી 10 સપ્ટેમ્બરે ગુજરાત આવશે, જાણો કયા કાર્યક્રમમાં હાજરી આપશે
Share This Article
Facebook Email Print
Previous Article વેપાર ઉદ્યોગના વીમાના ક્લેઈમ વહેલા મંજૂર ન કરાય તો તકલીફ પડશે
Next Article મહિલા સાથેનો વીડિયો વાયરલ થયા સોલાપુર જિલ્લા ભાજપ પ્રમુખની હકાલપટ્ટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up