અમદાવાદ,તા.૨૬
ગુજરાતના બે પનોતા પુત્રો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની અમદાવાદ કર્મભૂમિ રહ્યું છે. સરદાર પટેલે ધીકતો વકીલાતનો વ્યવસાય છોડીને તારીખ ૫મી જાન્યુઆરી ૧૯૧૭થી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દરિયાપુર વોર્ડમાંથી ચૂંટાયા હતા. સરદાર પટેલ તારીખ ૯ ફેબ્રુઆરી ૧૯૨૪થી ૧૩ એપ્રિલ ૧૯૨૮ સુધી અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ પદ પર રહ્યા હતા. તે વેળાએ કોટ વિસ્તારમાં શહેર ધબકતું હતુ પણ શહેરને કોટ વિસ્તાર બહાર વિકાસનું કામ સરદારે કર્યું હતું. તેમણે એલિસબ્રિજ અને મણિનગરનું ટાઉન પ્લાનિંગ કર્યું હતું તે માટે તેમણે કોટ વિસ્તારને ફરતે આવેલી દિવાલને તોડાવી હતી. તેનો સુનેહરો ઇતિહાસ છે. બીજી તરફ મહાત્મા ગાંધીએ પણ આઝાદી લડાઇમાં અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. આ પહેલા તેઓએ તારીખ ૨૦મી મે ૧૯૧૫ના રોજ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમ કર્યો હતો. તારીખ ૧૭મી જુન ૧૯૧૭ના રોજ વાડજની સીમમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી.
માણેકચોકના ગુરૂ માણેકનાથના મંદિરે શ્રધ્ધાંજલી આપીને તથા વર્ષ ૧૪૧૧માં જ્યાં અમદાવાદનો પાયો નખાયો હતો. તે માણેક બુર્જ ખાતે ધ્વજ પૂજા કરીને અમદાવાદ શહેરનો ૬૦૯મો સ્થાપના દિન આજરોજ મનાવવામાં આવ્યો. નાથ પંથના ૮૪ સિધ્ધ ગુરૂઓમાં સ્થાન ધરાવતા ગુરૂ માણેકનાથજીના આશિર્વાદ મેળવીને એહમદશાહ બાદશાહે તારીખ ૨૬મી ફેબ્રુઆરી, ૧૪૧૧ના રોજ માણેક બુર્જ ખાતે શહેરનુ નિર્માણ ચાલુ કર્યુ હતું. ગુરૂના આશિર્વાદથી અમદાવાદ શહેર વિકસતુ જાય છે અને સમૃધ્ધ બનતુ જાય છે. અમદાવાદનાં મેયર બીજલબેન પટેલ અને માણેકનાથજીની ગાદી અને નાથ પરિવારના ૧૩મા મહંત ચંદનનાથજી ધ્વજ પૂજા કરીને તથા ફૂલહાર કરીને ગુરૂ માણેકનાથજીના આશિર્વાદ લીધા. ગુરૂ માણેકનાથજીના મંદિરે સવારે ૮-૧૫ કલાકે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે અને એ પછી ૯-૦૦ કલાકે ધ્વજ પૂજા કરી. અમદાવાદ એક અનોખું શહેર છે. કારણ કે મોટા ભાગના શહેરોમાં લોકોને એ પણ ખબર નથી કયા સ્થળે શહેરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એવાં પણ ખૂબ ઓછાં શહેર છે કે જેના વારસો પોતાના પૂર્વજોના તહેવારો અને પરંપરાને જાળવી રહ્યા છે.
અમદાવાદનાં ૬૦૯માં સ્થાપના દિન નિમિત્તે મેયર બીજલ પટેલે માણેક બુર્જની પૂજા કરી
Leave a Comment