અમદાવાદ : અમદાવાદના આઇશા આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. આઈશાના પતિ આરીફે નિમ્ન કક્ષાના આક્ષેપો આઈશા પર લગાવ્યા હતા.આયશાના મામાના દીકરા આસિફ નામના યુવકનું નામ સામે આવ્યું છે. આઈશાને આસિફનું નામ લઈને આઇશાના ચારિત્ર્ય પર શકા કરીને આરીફ ત્રાસ આપતો હતો.બાળકને લઈને પણ આઈશા પર આક્ષેપ કર્યા છે.પોલીસ તપાસમાં સમગ્ર વિગતો બહાર આવી છે.
નોંધનીય છે કે,ગઈ કાલે રાજસ્થાનમાંથી આરીફની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે કોર્ટે આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.૬ તારીખ ૩ વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર થયા છે.જ્યારે પોલીસે પાંચ દીવાસના રિમાન્ડની માંગણી કરી હતી.પોલીસે આરોપી ફોન કબ્જે લેવા અને દહેજ અન્ય યુવતી સબંધ લઈ પૂછપરછ કરવા રિમાન્ડ કરી માગણી કરી હતી.આયશા આપઘાતના આરોપી આરીફની ધરપકડ રાજસ્થાનથી કરવામાં આવી હતી.અમદાવાદ શહેરમાં આઇશા આપઘાત કેસમાં આરોપી આરીફને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.રાજસ્થાનના પાલીમાંથી એક લગ્ન પ્રસંગમાંથી આરોપી ફરાર થઇ ગયો હતો પણ અમદાવાદ પોલીસએ એક ટીમ તૈયાર કરીને રાજસ્થાન મોકલી હતી ત્યારબાદ આરોપી આરીફની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. આરીફની સાથે-સાથે તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આઇશાના પિતાના જણાવ્યા અનુસાર,આઈશાના સાસરિયાવાળા પણ એની પર ત્રાસ ગુજારતાં હતા.આથી આઈશાને કેટલીય યાતનાઓ ભોગવવી પડી હતી.આ જ કારણોસર આઈશાને મિસકેરેજ થઇ ગયું હતું.અને આરીફ વારંવાર આઈશાને વટવામાં કરેલા કેસને પાછો લેવવા માટે દબાણ કરતો હતો.
જીવનની છેલ્લી ક્ષણે ભલે આઈશાએ તેના પતિ આરીફને માફ કરી દીધો હોય પણ આઈશાના માતા – પિતા અને શહેરના લોકોએ પણ આઈશાને ઇન્સાફ મળે એવી માંગ કરી છે.આઈશાના પિતા જણાવે છે કે,વાત ખાલી મારી દીકરીની નથી,આપણી આજુબાજુ ઘણી આઈશાઓ છે,જેમને ખરેખર મદદની જરૂર છે.શહેરમાં ઘણી જગ્યાએ આરોપી આરીફને ફાંસી થાય એવી માંગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત વધુમાં આઈશાના પિતાએ કહ્યું કે,આરીફના અન્ય યુવતી સાથે પણ સબંધ હતો અને એ આઈશાની હાજરીમાં જ એની સાથે વિડિઓ કોલ પર વાતચીત પણ કરતો હતો.આથી તે વારંવાર પૈસાની માંગણી પણ કરતો હતો,માનસિક રીતે કંટાળીને આઈશાએ આ પગલું ભર્યું છે.