અમદાવાદ : દાણીલીમડામાં સગા માસાએ પોતાની જ ભાણીને હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસને સમગ્ર મામલાની જાણ થતા માસાને ઝડપી લીધો હતો.પોલીસને જાણવા મળ્યું હતું કે,પત્ની રિસામણે ગઇ ત્યારે આરોપીએ આ પ્રકારનું કૃત્ય આચર્યું છે.નોંધનીય છે કે, બાથરૂમમાં પડેલા લોહીલુહાણ વસ્ત્રોના કારણે કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.પોલીસે ભોગ બનનાર કિશોરીનું મેડિકલ ચેક અપ કરાવવા તજવીજ હાથ ધરી છે.
દાણલીમડામાં રહેતા આરોપી અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની રિસાઈ જતી રહી છે.જેથી આરોપી માસાએ સાળીને ઘરમાં કોઈ ન હોવાથી મદદ કરવા માટે ભાણીને મોકલવાનું કહ્યું હતું. જેથી 15 વર્ષીય ભાણીને મોકલી હતી.માસા ત્રણ બાળકોનો પિતા છે.પત્ની રિસાઈ જતી રહી હોવાથી નાના બાળકોની દેખભાળ માટે ભાણીને બોલાવી માસાએ સગીર ભાણી પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.સગીરાની મોટી બહેન માસાના ઘરે આવી ત્યારે બાથરૂમમાં સગીરા કપડાં લોહીવાળા જોયા બાદ પૂછતાં બહાર આવ્યું હતું કે માસાએ આ કૃત્ય આચર્યું છે. જેથી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને આરોપીની ધરપકડ કરાઈ છે.જેથી પોલીસે માસાને ઝડપી લીધો છે.આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે ભાણી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.એટલું જ નહીં ભાણીને કોઈને પણ કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી.દાણીલીમડાના ઇન્ચાર્જ પીઆઇ એ. જે. પાંડવે પત્રકારોને જણાવ્યું હતું કે આરોપીએ તેની ભાણી પર બે વાર બળાત્કાર ગુજારી કોઈને ન કહેવા ધમકી આપી હતી.જોકે ફરિયાદ નોંધાતા આરોપીને નજરકેદ કરી કોરોના ટેસ્ટ કરી ધરપકડ કરી સગીરાનું મેડિકલ ચેક અપ કરાવી વધુ તપાસ કરવામાં આવશે.