અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. છેલ્લા કેટલક સમયથી તેઓ લીવરની બીમારીને લઈને પીડિત હતા.કેસરી સિંહ 1999 બેચના આઇપીએસ અધિકારી હતા.તબિયત લથડતાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હાલમાં કે જી ભાટી અમદાવાદ રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા હતા. ચાલુ ફરજે રેન્જ IGનું દુખદ નિધન થયું છે. જેને લઈને પોલીસ બેડામાં દુખની લાગણી ફેલાઈ છે.વર્ષો પહેલા એક DGનું પણ ફરજ દરમ્યાન મૃત્યુ થયું હતું.


