By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદના વધુ 14 કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદના વધુ 14 કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર
AhmedabadGeneralGujarat Now

અમદાવાદના વધુ 14 કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર

HM News
Last updated: 07/04/2020 7:49 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આજરોજ ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં સામે આવ્યાં છે.અમદાવાદ કોર્પોરેશન દ્વારા પોઝિટિવ 14 દર્દીઓના નામ જાહેર કરવામાં આવ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર કરવામાં આવી છે.AMC એ કોરોના પોઝિટિવ 14 દર્દીઓના નામ જાહેર કર્યા છે.જેમાં શહેરમાં પૂર્વ વિસ્તારમાં વધારે હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા જુહાપુરા, દરિયાપુર, કાલુપુર, જશોદાનગર, બોડકદેવના દર્દીઓના નામ જાહેર કર્યાં છે.આ સાથે દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાને લઇને ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.આજે રાજ્યમાં કોરોનાના વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં એકલા અમદાવાદ શહેરમાં જ 13 કેસ સામે આવ્યાં છે.જ્યારે અન્ય 6 કેસની વાત કરીએ તો પાટણમાંથી 3 અને ભાવનગર-આણંદ-સાબરકાંઠામાં એક-એક કેસ જોવા મળ્યો છે.

આમ રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ ચિંતાજનક આંકડો અમદાવાદને લઇને સામે આવી રહ્યો છે.જેમાં અમદાવાદમાં આજે 13 કેસ નોંધાતા કુલ અમદાવાદ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 77 થઇ ગઇ છે.

આમ આજે ગુજરાત માટે આજનો દિવસ ગંભીર બની ગયો છે.જેમાં આજે એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યાં છે. અત્યાર સુધી માત્ર આ આંકડો 12થી 15ની વચ્ચે જોવા મળતો હતો ત્યારે આજરોજ એક દિવસમાં 19 કેસ સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ એક જ દિવસનો અત્યાર સુધીના સૌથી વધારે આંકડો સામે આવ્યો છે.

નોંધ : આ યાદી AMC દ્વારા જાહેરહિતમાં જાહેર કરાઈ છે.જેનાથી જો કોઈ અન્ય વ્યક્તિ આ દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય તો તે AMCને જાણ કરી શકે. આ વ્યક્તિ સાથે કોઈ પણ સામાજિક ભેદભાવ કરવામાં ન આવે તેની તકેદારી રાખવી.

ભારતના U-19 ટીમના કેપ્ટન ધૂલ સહિત છ ખેલાડી કોરોના સંક્રમિત થયા
કાશ્મીરમાં આતંકવાદીઓનો ખૂની ખેલ યથાવત : કાશ્મીરી પંડિત મહિલાની ગોળી મારી હત્યા
કોરોના સામેની જંગ માટે PM ફંડમાંથી 3100 કરોડ રૂપિયાની ફાળવણીઃ PMO
મમતા દીદી વિફર્યા કહ્યું કે કંઇ ભાજપને કામધંધો નથી, જ્યારે જુઓ ત્યારે ચડ્ડા,નડ્ડા,ફડ્ડા,ભડ્ડા બધા અહીં જ દટાયેલા રહે છે
ICICI બેન્કની AAA રેટિંગ ધરાવતી સિક્યોરિટીઝ ‘ભૂલ’થી વેચી : ટેમ્પલટન
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના : બ્રિટન અને અમેરિકાએ કહ્યું પીએમ મોદી 18 દેશના ટાસ્ક ફોર્સના લીડર બને
Next Article જે દવા માટે ટ્રમ્પે ભારતને ધમકી આપી તેના પર ખુદ અમેરિકાના ડોક્ટરોને શંકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up