અમદાવાદ : તા.25 જૂન 2022,શનિવાર : અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં ગઈકાલે તારીખ 24/06/2022ના રોજ સવારે આશરે 6:૦૦ વાગ્યાની આસપાસ બેફામ વાહનચાલકે એક રાહદારીને અડફેટમાં લીધો હતો.કેનારા બેંકથી થોડા આગળ બેફામ બનેલા ભારે વાહનના ડ્રાઇવરે મોર્નિંગ વોક કરવા નીકળેલા ગેલેક્ષી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ પ્રજાપતિને અડફેટમાં લીધા હતા.
અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચવાનાના કારણે શૈલેષભાઈનું અવસાન થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.તેમાં જોઈ શકાય છે કે,બેફામ ગતિથી દોડી રહેલી બોલેરો પિક અપ વાન એક રાહદારીને ટક્કર મારે છે.વીડિયોમાં તે વાહન અકસ્માત બાદ ત્યાં ઉભા રહેવાના બદલે ત્યાંથી ફરાર થઈ રહેલું પણ દેખાય છે.આ ઘટના બાદ તે વિસ્તારની જનતાની માંગ છે કે બેફામ વાહન ચલાવતા ડ્રાઈવરને તાત્કાલિક પકડીને તેની વિરૂદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.