– ફાયરની ટીમ દ્વારા હાઈડ્રોલીક ક્રેઈનની મદદથી મહિલાને બચાવી
– આ આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી જ્યારે મોટી જાનહાની ટળી હતી
અમદાવાદ, 7 જાન્યુઆરી 2022, શનિવાર : અમદાવાદમાં આજે લાગેલી આગમાં એક ૧૯ વર્ષીય યુવતી જે દાઝી ગઈ હતી તેનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.આ યુવતી તેના કાકાના ઘરે રહેતી હતી.આગમાં તે બાલ્કની માં જ ફસાઈ ગઈ હતી.આ યુવતીને ફાયરની ટીમે બચાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યા સિવિલથી રાજસ્થાન હોસ્પિટલ રિફર કર્યા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આ મૃતક યુવતીનું નામ પ્રાંજલ જીરવલા જાણવા મળ્યુ હતું.
અમદાવાદમાં આજે એક કોમ્પલેક્સમાન આગ લાગવાની ઘટના બની હોવાના સામાચાર આવી રહ્યા છે.અમદાવાદના શાહીબાગના ગિરધરનગરમાં આ આગ લાગવાની ઘટના બની છે.શાહીબાગમાં આવેલા ગ્રીન ઓર્કેડ કોમ્પલેક્સમાં આ આગ લાગી છે. કોમ્પલેક્સના પાંચમા માળે આગ લાગી છે.આગમાં એક મહિલા ફસાઈ ગઈ હતી.આગ લાગવાની ઘટનાની જાણ ફાયરને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.હાલ ફાયર વિભાગની ટીમે એક હાઈડ્રોલીક ક્રેઈનની મદદથી મહિલાને બચાવી લીધી છે.ફાયરની લગભગ 11ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી.આ આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ અગાઉ પણ અમદાવાદમા આગ લાગવાની ઘટનાઓ બની છે ત્યારે આજે વધુ એક બનાવ બનતા ફાયર સેફ્ટી ઉપર પણ સવાલ ઉભો થાય છે.આ આગમાં કોઈ મોટી જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.હજુ થોડાક દિવસો પહેલા જ શાહપુર વિસ્તારમા આગ લાગી હતી જેમા એક દંપતી સહીત બાળકના મોત નિપજ્યા હતા.