અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર કરી રહેલા AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી એક રેલીમાં જનસભાને સંબોધન કરવા દરમિયાન ભાવુક થઈ ગયા હતા.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં AIMIMના ઉમેદવાર સાબિર અલીના સમર્થનમાં જનસભાને સંબોધન કરવા દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ બિલકિશ બાનો કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમારી પાર્ટીના ઉમેદવારને જીતાડો.જેથી ફરીથી કોઈ બિલકિસ બાનો સાથે અન્યાય ના થાય.
રેલીમાં ભાષણ આપતા ભાવુક થયેલા ઓવૈસીએ કહ્યું કે, અલ્લાહ સાબિરને જીત અપાવી દે.ઓવૈસીએ રડતા જણાવ્યું કે, અલ્લાહ સાબિરને જીત અપાવે,જેથી બિલકિશ બાનો જેવા ઘટના ફરીથી ના થાય.આ સાથે જ ઓવૈસીએ ગુજરાતમાં ગરબા દરમિયાન પથ્થરમારો કરનારા લોકોને સરેઆમ થાંભલા સાથે બાંધીને માર મારવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.