By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદનો અજીબોગરીબ કિસ્સો : સસરાએ મર્સિડીઝ કાર ન લઈ આપતા જમાઈએ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનું બંધ કરી દીધું!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદનો અજીબોગરીબ કિસ્સો : સસરાએ મર્સિડીઝ કાર ન લઈ આપતા જમાઈએ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનું બંધ કરી દીધું!
AhmedabadGeneral

અમદાવાદનો અજીબોગરીબ કિસ્સો : સસરાએ મર્સિડીઝ કાર ન લઈ આપતા જમાઈએ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનું બંધ કરી દીધું!

HM News
Last updated: 06/08/2021 10:11 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.યુવતીએ આક્ષેપ કર્યો છે કે મેટ્રિમોનિયલ સાઇટ થકી યુવક સાથે તેણે લગ્ન કર્યા હતા.લગ્ન બાદ તેના પતિએ ખોટી ડીગ્રી અને દુબઇની કરન્સી પ્રમાણેની આવક બતાવી હતી.લગ્ન પહેલા સાસરિયાઓ તેણીને ‘પ્રિન્સેસ’ કહીને માન અને પ્રેમથી બોલાવતા હતા.પણ બાદમાં સાસરિયાઓએ પિયરમાંથી બંગલો,મર્સિડીઝ કાર અને આઠ નવ કરોડ રૂપિયા માંગતા તે ન આપતા તેની સાથે ઓરમાયું વર્તન કરવા લાગ્યા હતા.આટલું જ નહીં પતિએ તો ફિઝિકલ રિલેશન રાખવાનું બંધ કરી દીધું હતું.

શહેરના બોપલ રોડ પર રહેતી 28 વર્ષીય યુવતી બે માસથી તેના પિયરમાં રહે છે.આ પહેલા તે દુબઈ અને ગુરુગ્રામ હરિયાણા ખાતે તેના પતિ સાસુ-સસરા સાથે રહેતી હતી. વર્ષ 2019 માં દુબઈ ખાતે એક યુવક સાથે તેના લગ્ન થયા હતા અને ત્યારબાદ તે દુબઈ ખાતે સંયુક્ત પરિવારમાં રહેવા લાગી હતી.આ યુવતીના લગ્ન મેટ્રિમોનિયલ વેબસાઈટના માધ્યમથી થયા હતા. લગ્ન કર્યા બાદ જ્યારે આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી ત્યારે લગ્નના બીજા દિવસે જ તેના સાસરિયાઓએ તેની સાથે સારી રીતે વાતચીત પણ કરી ન હતી.કારણ કે લગ્ન દરમિયાન યુવતીના પિયર પક્ષ દ્વારા જે વસ્તુઓ આપી હતી તેનાથી તેના સાસરિયાઓ ન ખુશ હતા.

યુવતીના સાસરે ઘરના કામકાજ માટે એક નોકર રાખ્યો હતો, જે ઘરના તમામ સભ્યોનું કામકાજ કરતો હતો.પરંતુ આ યુવતીનું કામ સાસરિયાઓના કહેવાથી કરતો ન હતો.આ દરમિયાન યુવતીને ખબર પડી કે તેના પતિએ મેટ્રોમોનિયલ સાઈટ ઉપર તેની ભણતરની ડીગ્રી તથા દુબઈની કરન્સી પ્રમાણે વાર્ષિક આવક ત્રણેક લાખ દિરહામ બતાવી હતી,જે ખોટી હતી.જેથી આ બાબતે તેના પતિને જાણ કરતાં તેના પતિએ આ બાબતે કંઈ જાણતો નથી તેમ કહી યુવતીને ઉડાઉ જવાબ આપી દીધો હતો. પતિ યુવતીને અલગ ફ્લેટમાં રહેવા જવાનું દબાણ કર્યું હતું.

વર્ષ 2020માં યુવતીના મામાનો જન્મદિવસ હોવાથી તે અને તેનો પતિ દુબઇથી અમદાવાદ આવ્યા હતા.ત્યારે યુવતીના પતિએ યુવતીના પિતા પાસે પાંચ કરોડ રૂપિયા વેપાર કરવા માટે માગ્યા હતા.જોકે, યુવતીના પિતાએ જણાવ્યું કે, લગ્નમાં ખૂબ જ ખર્ચ થયો હોવાથી આટલી મોટી રકમ તેમની પાસે નથી.બાદમાં પરત દુબઈ ગયા બાદ સાસુ-સસરા અને પતિએ આ યુવતી સાથે વાતચીત કરવાનું એકદમ ઓછું કરી દીધું હતું.લગ્ન પહેલા આજ સાસરિયાઓ યુવતીને ‘પ્રિન્સેસ’ કહીને બોલાવતા હતા પરંતુ લગ્ન બાદ તેને સારી રીતે બોલાવતા ન હતા અને તેમનું વર્તન સાવ બદલાઈ ગયું હતું.

વર્ષ 2020માં ફરી આ યુવતી દુબઇથી અમદાવાદ આવી હતી ત્યારે તેને ગર્ભ હોવાની જાણ થઇ હતી.જે વાત તેણે તેના સાસરિયાઓને કરતાં તેઓ ખુશ થયા ન હતા અને આ બાળક આપણે રાખવાનું નથી અને એબોર્શન કરાવી લેવાનું છે તેવું જણાવ્યું હતું. જોકે, યુવતી બાળક રાખવા માંગતી હતી.પરંતુ તેના સાસરિયાઓના દબાણથી યુવતી બાળક ન રાખવા મજબૂર બની હતી. તેના સાસરિયાઓએ તેને કહ્યું હતું કે, જો આ બાળક રાખીશ તો તને ઘરે આવવા નહીં દઈએ અને રાખીશું પણ નહીં. જેથી સાસરિયાઓના દબાણથી વષ થઈને યુવતીએ થલતેજ ખાતે એક ડોક્ટરને ત્યાં એબોર્શન કરાવ્યું હતું.ત્યારબાદ ફરી આ યુવતી દુબઈ પરત ગઈ હતી ત્યારે તેના પતિએ અલગ એક ભાડાનો ફ્લેટ લીધો હતો અને બંને પતિ-પત્ની ત્યાં રહેવા લાગ્યા હતા. આ ફ્લેટ પર જ્યારે યુવતીના સાસુ-સસરા આવે ત્યારે તેને કહેતા કે તેમના પુત્ર માટે એક મોટો બંગલો મર્સિડીઝ ગાડી તેના પિયરજનો ખરીદી આપે. જેથી યુવતીએ આ દહેજની માગણીનો ઇન્કાર કરતા તમામ લોકો તેની સાથે વ્યવસ્થિત વાતચીત કરતા ન હતા અને તેનો પતિ તેની સાથે કોઇ ફિઝિકલ રિલેશન પણ રાખતો ન હતો.

ફરી એક વખત આ યુવતી અમદાવાદ તેના પિયરમાં આવી ત્યારે તેનાં લગ્નને એક વર્ષ પૂર્ણ થયું હતું.આ સમયે પતિએ યુવતીના પિતા પાસે લગ્નની વર્ષગાંઠ નિમિત્તે એક મર્સિડીઝ ગાડી માંગી હતી.જોકે, યુવતીના પિતાએ સગવડ ન હોવાનું જણાવી પછીથી લઈ આપવા જણાવ્યું હતું.બીજી તરફ યુવતીએ તેના ઘરના સભ્યોને તેના સાસરિયાઓના માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ કરી હતી. વર્ષ 2020માં યુવતીના પિતા તથા ભાઈ યુવતીને દુબઈ મળવા ગયા હતા ત્યારે યુવતીના પિતાએ લગ્ન બાદ પ્રથમ વખત દીકરીના ઘરે જતા હોવાથી યુવતીના સાસરિયાઓને એક કિલો ચાંદી તથા સોનાના સિક્કા દરેક વ્યક્તિને આપવા માટે લાવ્યા હતા.આ સિવાય પણ બીજી બધી ઘણી ભેટ આપી હતી. જયારે યુવતીના સાસુ-સસરાએ યુવતીના પિતાને આઠથી નવ કરોડ રૂપિયા કોરોનાનો સમય હોવાથી મદદ કરવા કહ્યું હતું. વર્ષ 2021માં યુવતી અને તેનો પતિ બંને દુબઈથી નીકળ્યા હતા. યુવતી અમદાવાદ આવી હતી અને તેનો પતિ દિલ્હી ગયો હતો. તેનો પતિ દુબઈથી નીકળ્યો ત્યારે જણાવ્યું કે દિલ્હી ખાતે કોઈ નોકરી-ધંધો શોધવા જાય છે પરંતુ દિલ્હી ક્યાં રોકાયો હતો તે બાબતે યુવતીને જાણ ન હતી.

દિલ્હી નજીક આવેલા એક ગામ ખાતે યુવતીના સાસરી પક્ષના કેટલાક સંબંધીઓ રહેતા હોવાથી તેના પતિએ ત્યાં કામ કરવા જવાનું જણાવ્યું હતું.જોકે, યુવતીએ દુબઈ અથવા દિલ્હીમાં નોકરી કરવાનું કહેતા તેના પતિએ તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો અને સાસુ સસરાએ સંપૂર્ણપણે યુવતી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. નોકરી બાબતે યુવતીએ તેના પિતાને વાત કરતાં યુવતીના પતિને દુબઈમાં એક કંપનીમાં નોકરી શોધી આપી હતી.જોકે, 15 દિવસ નોકરી કર્યા બાદ ફાવતું ન હોવાથી યુવતીના પતિએ નોકરી છોડી દીધી હતી.લગ્ન કર્યા બાદ યુવતીને તેના પતિએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાતા તેમજ સાસરિયાઓ અવારનવાર બંગલો મર્સિડીઝ ગાડી અને દહેજ પેટે કરોડો રૂપિયા માંગી માનસિક ત્રાસ આપતા હોવાથી યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ કરી છે.

‘નલ સે જલ’ અને ‘ઉજ્જવલા યોજના’એ ઉમરપાડા તાલુકાના લીમધા ગામના લાભાર્થી ભાનુબેન વસાવાનું જીવન સરળ બનાવ્યું
ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો! વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર શિંદેની શિવસેનામાં જોડાયા
કપિલ શર્માનો ખુલાસો, નશાની હાલતમાં ગિન્ની ચતરથને કર્યું હતું પ્રપોઝ!
સુરતમાં ભાજપની રેલી સામે કૉંગ્રેસનો ‘વાર’, હાર્દિક પટેલના સ્વાગત માટે રેલીની મંજૂરી માંગી
આહવા ખાતે પ્રભારી સચિવની સમીક્ષા બેઠક યોજાઇ
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં હત્યાના ગુનામાં છૂટેલા બન્ટીને ટાઈગર-લાલો અને માંજરાએ પતાવી નાખ્યો, ચાકુના ઘા ઝીંકી હત્યા
Next Article રાજકોટ : મામા સાથે લગ્ન કરનાર યુવતી સાથે દુષ્કર્મ, પીડિતા ચિખતી રહી! હિંમત-હબલો પિંખતા રહ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up