અમદાવાદ તા.24 : અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે મતગણતરી થઈ. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાયો જેમાં અસદુદ્દીન ઓવેસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલીસ – એ – ઇતેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઇએમ) એ 21 સીટો પરથી જંપલાવ્યું હતું.આ પાર્ટીનું નિશાન પતંગ છે.ત્યારે પતંગની દોરે કોંગ્રેસને કાપી 7 બેઠકો પર વિજય મેળવ્યો છે.આ સાથે જ ઓવેસીની પાર્ટી એ.આઈ.એમ.આઇ.એમ.ની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. અમદાવાદ કોર્પોરેશનના જમાલપુર અને મક્તમપુરામાં તેમના 3 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે.જમાલપુર વોર્ડમાં AIMIMના અફસાના બાનું ચીશતીને 17,851, બીના પરમારને 15,217 મત,મુસ્તાક ખાદીવાલા 17,480 અને રફિક શેખ 14,359 ભવ્ય મતોથી વિજય થયા છે.આ સાથે મક્તમપુરા વોર્ડમાં પણ AIMIMના 3 ઉમેદવારોની જીત થઈ છે.કાર્યકરોએ ફટાકડા ફોડી લોકો જીતનો જશ્ન મનાવ્યો છે.નોંધનીય છે કે,ખાડીયા વોર્ડમાં કોંગ્રેસ અને અઈંખઈંખ વચ્ચે મત વિભાજીત થતા ભાજપને ફાયદો થયો છે.


