ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વિશે જ્યારથી અટકળો ચાલી રહી છે,ત્યારથી તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે.ગુજરાતમાં હાલ ભાજપ-કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે.ત્યારે આજે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં પહોંચ્યા છે.આજે તેઓએ અમદાવાદના ટાગોર હોલમાં પક્ષના નેતાઓ સાથે એક બેઠક કરી છે અને આગામી ચૂંટણીને લઈને ચર્ચા વિમર્શ કરી હોવાના અહેવાલો મળ્યા છે.આજે તેઓ અમદાવાદ સાબરમતી જેલમાં બંધ હત્યારા અતિક અહેમદને મળે એ પહેલાં જ પોલીસે તેમને રોકી લીધા હતા.
આજે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં છે,ત્યારે ટાગોર હોલમાં બેઠક બાદ કોંગ્રેસ કોર્પોરેટર શહેઝાદ ખાન ઓવૈસીને મળ્યાં હોવાના અહેવાલ છે.બીજી બાજુ મુલાકાત અંગે શહેર કોંગ્રેસ પ્રમુખનું એક નિવેદન સામે આવ્યું છે.શહેઝાદ ખાનની ઔવેસી સાથે મુલાકાત બાદ કોંગ્રેસ શહેર પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ કોઈને પણ મળી શકે છે,તેના માટે કોઈ પણ કારણ હોય શકે.હાલ શહેઝાદ ખાન અને ઔવૈસીની મુલાકાત વિશે પ્રતિક્રિયા આપવી તે ઉતાવળ કહેવાશે.હું શહેઝાદ સાથે વાત થયા પછી પ્રતિક્રિયા આપીશ.જે કોર્પોરેટર ચુંટાયા તે અકબંધ છે. Amcના વિપક્ષ નેતા ખૂબ જલ્દી નક્કી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ બાહુબલી નેતા અને ગેંગસ્ટર તરીકે જાણીતા UPના પૂર્વ સાંસદ અતિક અહેમદને સોમવારે સવારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી મળવા આવી રહ્યા હોવાના સમાચાર મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.હત્યારા અતિક અહેમદને જેલમાં મળે એ પહેલાં જ પોલીસે ઔવેસીને રોકી લીધા હતા.
ઔવેસી જેલમાં મળવા આવતા હોવાથી રાજકીય હલચલ ચાલી રહી હતી.રાજયની તેમજ કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી ગઇ હતી.ઔવેસીનું ગુજરાત અને એ પણ ખાસ કરીને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ અતિક અહેમદને મળવા આવવાના હોવાથી ઉત્તરપ્રદેશ અને ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો હતો.જોકે ઓવૈસીને ગેંગસ્ટર અતિકને મળવાની પરવાનગી મળી નથી.


