અમદાવાદ : અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો છે અત્યાર સુધીમાં ફક્ત અમદાવાદમાં જ દર્દીઓ 5 હજારથી પણ વધુ થયાં છે અને આ આંકડો કાબૂમાં આવવાને બદલે સતત વધી રહ્યો છે ત્યારે આ સ્થિતિે કાબૂમાં લેવા માટે સરકારે વધુ એક નિર્ણય લીધો હતો.જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના 7 અધિકારીઓની અમદાવાદ મહાનગરપાલિકામાં નિમણૂંક કરી છે.અમદાવાદમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર છે ત્યારે આ સ્થિતિને થાળે પાડવા આજરોજ વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)ના 7 જેટલા અધિકારીઓની AMCમાં નિમણૂંક કરવામાં આવી છે.આ તમામ અધિકારીઓને શહેરના વિવિધ ઝોન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે.


