કોરોના વાઈરસનું કોમ્યુનિટી સ્પ્રેડિંગ અટકાવવા માટે વડા પ્રધાન મોદીએ રવિવારે જનતા કર્ફ્યુ રાખી સાંજે પાંચ વાગે પોતાના ઘરમાંથી જ થાળી-તાળી વગાડી કોરોનાના પ્રસારને અટકાવવા કામ કરતાં સર્વેનો આભાર માનવા આહવાન કર્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ પણ 9 વાગ્યા પછી પણ બહાર નહીં નીકળવા અનુરોધ કર્યો હતો.
કોરાના વાઈરસ માટે અટકાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક મેળાવડા નહીં કરવા અપીલ કરી હતી. તેમજ કોરોના સામે લડતા લોકોનો જુસ્સો વધે તે હેતુથી રવિવારે સાંજે પોતાના ઘરની બાલ્કનીમાં થાળી, તાલી, ઘંટ, શંખનાદ કરવા આહ્વાન કર્યું હતું.આમ છતાં ખાડિયા વિસ્તારમાં ઘરમાં રહીને થાળી વગાડવાની જગ્યાએ લોકો રાષ્ટ્રધ્વજ સાથે રેલી કાઢી હતી. પરંતુ શહેરનાં ખાડીયા વિસ્તારમાં અનેક લોકોનું ટોળું બહાર આવી ગયું હતું અને ગરબા રમવા લાગવા હતા. ત્યારે આ મામલે ખાડીયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડાપ્રધાને કર્ફ્યૂ દરમ્યાન સાંજે 5 વાગ્યે કોરોનાનાં સંકટ વચ્ચે પણ કામ કરતા લોકોનો આભાર માટે ઘરની બાલ્કનીમાં ઉભા રહી થાળી વગાડવા કહ્યું હતું. જેમાં અમદાવાદમાં રાયપુર પોલીસ ચોકી પાસે સાંજે 5 વાગ્યે 50 લોકોનું ટોળું ભેગું થઈ હાથમાં થાળી વગાડી ગરબા રમતા હતા. કરફ્યુ દરમ્યાન બહાર ન નીકળવા સૂચના હોવા છતાં આ તમામ 50 લોકો ગરબા રમવા અને થાળી વગાડતા ખાડીયા પોલીસે લાઉડ સ્પીકરથી વિખેરાઈ ઘરે જવા સૂચના આપી હતી. અમદાવાદમાં 144 કલમ લાગુ હોવાથી કોઈપણ જગ્યાએ 4થી વધુ વ્યક્તિ ભેગી ન થઈ શકતા હોવા છતાં ટોળું ભેગું થતા ખાડીયા પોલીસે 20 લોકોના નામજોગ સહિત 50ના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગે ખાડીયા પોલીસનું કહેવું છે કે, 50માંથી 19 લોકોનાં નામજોગ ફરિયાદ નોંધી અનેક લોકોની અટકાયત કરી છે. અન્ય લોકોની અટકાયત કરવાની તજવીજ શરૂ છે.
ગુજરાત સરકાર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહવિભાગ અને પોલીસ ખાતાએ જનતા કરફયૂમાં લોકોને ભેગા કેવી રીતે થવા દીધા? શું પ્રજા આ રીતે સામૂહિક ભેગી થવાથી કોરોના વાઈરસ આ રીતે અટકાવી શકાશે ખરો?લોકો ભેગા થાય નહીં તે માટેના પ્રયાસો પર આ ઘટનાએ પાણીઢોળ કર્યું હતું.
વડા પ્રધાનની અપીલના પગલે લોકોએ પોતાના ઘરની બાલ્કની, ધાબા પર થાળી, તાળી, ઘંટડી અને શંખનાદ કર્યો હતો. પરંતુ ખાડિયા વિસ્તારમાં 500થી લોકો એકઠા થઈને સમૂહમાં રાષ્ટ્રધ્વજ સાથે નીકળીને થાળી, ઘંટડી અને શંખનાદ કર્યા હતા.